Western Times News

Gujarati News

૧૧ રાજ્યોમાં શહેરો કરતા ગામડામાં વિસ્ફોટક સ્થિતિ

પ્રતિકાત્મક

મહારાષ્ટ્રના શહેરોમાં સંક્રમણના કેસની સંખ્યા લગભગ ૨૪ હજાર છે, ગામડાઓમાં આંકડા ૩૦ હજારથી વધુ છે

નવી દિલ્હી, કોરોના વાયરસના નવા કેસની સંખ્યા બુધવારે વધીને ૩.૪૮ લાખ થઈ ગઈ. ચિંતાની વાત એ છે કે મૃતકોનો આંકડો ખુબ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી ૪૨૦૫ લોકોના મોત થયા. એક દિવસમાં આ સૌથી વધુ મોતની સંખ્યા છે.

આથી અમે તમને સૌથી પહેલા આ આંકડા જણાવ્યાં, કારણ કે આ આંકડામાં દેશનું હાલનું સંકટ છૂપાયેલું છે. ભારતમાં સંક્રમણની ગતિ થમી રહી નથી કારણ કે હવે કોરોના વાયરસ શહેરોમાંથી ગામડાઓમાં ફેલાઈ રહ્યો છે. હાલ ૧૩ એવા રાજ્યો છે જ્યાં શહેરોથી સંક્રમણ ગામડાઓમાં પ્રસરી રહ્યું છે.

જેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, બિહાર અને મધ્ય પ્રદેશ મુખ્ય રાજ્ય છે. એટલે કે સંક્રમણના નવા કેસમાં આ તમામ રાજ્યોના ગ્રામીણ વિસ્તારોએ શહેરી વિસ્તારોને પાછળ છોડ્યા છે. સ્થિતિ કોઈ મોટા સંકટ તરફ ઈશારો કરી રહી છે.

હાલ આ ૧૩ રાજ્યોના ગામડાઓમાં કોરોના વાયરસ શહરો કરતા વધુ પ્રસરી રહ્યો છે. આ આંકડા તેનો આધાર છે. મહારાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં પ્રતિદિન કોરોના સંક્રમણના નવા કેસની સંખ્યા લગભગ ૨૪ હજાર છે. જ્યારે ગામડાઓમાં આ આંકડા ૩૦ હજારથી વધુ છે. એ જ રીતે ઉત્તર પ્રદેશના ગામડાઓમાં શહેરો કરતા બમણાથી પણ વધુ નવા કેસ રોજ મળી રહ્યા છે. રાજસ્થાનના ગામડાઓમાં તો દરરોજ સરેરાશ ૧૨ હજાર ૬૪૦ લોકો સંક્રમિત થઈ રહ્યા છે.

જ્યારે શહેરોમાં આ આંકડો ૫ હજારની આજુબાજુ છે. આવા જ કઈક હાલ હરિયાણા, છત્તીસગઢ, બિહાર, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશના છે. એટલે કે આ એવા રાજ્યો છે જ્યાં હવે કોરોના શહેરો કરતા ગામડાઓમાં વધુ ફેલાઈ રહ્યો છે.

સમજવા જેવી વાત છે કે આ હાલાત ત્યારે છે જ્યારે અનેક ગામડાઓમાંથી એવા સમાચારો આવી રહ્યા છે કે ત્યાંના લોકો કે જેમનામાં કોરોનાના લક્ષણ છે તેઓ કોરોના ટેસ્ટ કરાવતા જ નથી. સમગ્ર દેશમાં સાડા ૬ લાખ ગામડા છે અને આ ગામડાઓમાં ૯૦ કરોડ લોકો રહે છે. આથી આ સ્થિતિ સારી નથી.

હવે તમને એવા ૧૧ રાજ્યો વિશે જણાવીએ છીએ કે જ્યાં ગામડાઓમાં સંક્રમણના કેસ પહેલા કરતા વધુ મળી રહ્યા છે. જેમાં પંજાબ સૌથી ઉપર છે. અહીં નવા કેસમાંથ ૪૯ ટકા ગામડાઓમાંથી મળ્યા છે. આવી જ કઈક હાલત તામિલનાડુમાં છે. કર્ણાટકમાં આ આંકડો ૧૦૦માંથી ૪૪ ટકા છે.

તેને આ રીતે સમજાે કે જાે કોઈ રાજ્યમાં એક દિવસમાં ૧૦૦ નવા દર્દીઓ મળ્યા તો તેમાંથી ૪૪ ગામડામાંથી છે. પશ્ચિમ બંગાળમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. ત્યાં ૧૦૦માંથી ૪૭ ટકા દર્દીઓ હવે ગામડામાંથી મળે છે. આ આંકડાને તમે એ રીતે સમજી શકો કે હવે કોરોના વાયરસ ગામડાઓમાં ફેલાઈ ચૂક્યો છે અને ત્યાં પણ સ્થિતિ ખુબ ખરાબ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.