Western Times News

Gujarati News

વડતાલ સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે

શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, વડતાલ ખાતે ૫૦ ઓક્સિજન બેડની સુવિધા ધરાવતું કોવિડ સેન્ટર હાલ કાર્યરત છે અને કોવિડના દર્દીઓ સારવાર હાલ લઈ રહ્યા છે. પંકજ દેસાઈએ રૂબરૂ મુલાકાત દરમિયાન આ દર્દીઓની સુવિધા માટે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની જરૂરિયાત જણાઈ હતી.

દર્દીઓને ઓક્સિજનની અછત ના વર્તાય તે બાબતે વડતાલ મંદિરના પ. પૂ.કોઠારીશ્રી ડો.સંતવલ્લભદાસજી અને હોસ્પિટલના સંચાલકો સાથે ૫૦ કોવિડ દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા બાબતની ચર્ચા વિચારણા પંકજભાઈ દેસાઈ સાથે કરવામાં  આવી હતી.

આ ચર્ચાના સંદર્ભે શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે પાર્ષદવર્ય શ્રી કાનજીભગત-જ્ઞાનબાગ વડતાલ”શ્રી સ્વામિનારાયણ ભગવાન કલાકેન્દ્ર” દ્વારા ₹ ૩૦,૫૦,૦૦૦/-ના આર્થિક સહયોગથી ૫૦ બેડને પૂરતો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવવામાં આવનાર છે.

આ અંગે પંકજભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે,  આ સુવિધા ઉપલબ્ધ થવાથી દર્દીઓની સુવિધામાં વધારો થનાર છે. આ બદલ હું પાર્ષદવર્ય શ્રી કાનજીભગત-જ્ઞાનબાગ વડતાલ”શ્રી સ્વામિનારાયણ ભગવાન કલાકેન્દ્ર”ના સહયોગ બદલ દિલથી આભાર વ્યક્ત કરું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.