Western Times News

Gujarati News

૨૯૬ જેટલા મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ સિવિલમાં સારવાર હેઠળ

Files Photo

અમદાવાદ, દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ આ બધા વચ્ચે કોવિડ-૧૯ને હરાવી ચૂકેલા દર્દીઓમાં બ્લેક ફંગસના જાેખમે ચિંતા વધારી દીધી છે. મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના સૌથી વધુ કેસ ગુજરાતમાં સામે આવ્યા છે.

બુધવારે રાત્રે એઇમ્સના ડાયરેકટર ડો. ગુલેરિયા, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, દેશના અગ્રણી તબીબો અને રાજકોટ સિવિલ હોસ્પિટલના તમામ અધિક્ષકો હાઈ લેવલની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદમાં જ સૌથી વધુ ત્રણ આંકડામાં મ્યુકોરમાઈકોસિસના કેસ નોંધાયા છે.

અમદાવાદ સિવિલ કેમ્પસમાં હાલ ૨૯૬ જેટલા મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ સારવાર હેઠળ છે. દરરોજ ૫૦ જેટલા નવા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં સારવાર માટે સિવિલ કેમ્પસમાં વોર્ડમાં વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધી સિવિલ કેમ્પસમાં ૩૦ જેટલા દર્દીઓના મ્યુકોરમાઇકોસીસના કારણે મોત થયા છે.

સિવિલ કેમ્પસના જુદા જુદા વિભાગમાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ઈએનટી, ડેન્ટલ, પ્લાસ્ટીક સર્જરી, ન્યુરો સર્જરી તેમજ મેડિસિન વિભાગના ડોક્ટરોની ટીમ મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. હાલ મ્યુકોરમાઇકોસીસના દાખલ ૨૯૬ માંથી લગભગ ૭૦ જેટલા દર્દીઓ ડેન્ટલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધીને 250 સુધી પહોંચી છે તો બીજી તરફ 4 દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યાનું પણ સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલે મ્યુકરની તૈયારીના ભાગ રૂપે 2.5 કરોડના ઈન્જેક્શન મગાવ્યા હતા,

જોકે તે એક જ સપ્તાહમાં પૂરા થઈ ગયા છે અને હવે દરરોજ 1200ની જરૂરિયાત છે તેની સામે 1000 ઈન્જેક્શન જીએમએસસીએલ વતી મોકલવામાં આવી રહ્યા છે. આ રીતે કેસની સંખ્યા વધતી રહી તો ઈન્જેક્શનની પણ જરૂરિયાત વધતી જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.