Western Times News

Gujarati News

પશ્ચિમ બંગાળમાં પણ ૩૦મે સુધી લોકડાઉન રહેશે

Files Photo

કોલકતા: પશ્ચિમ બંગાળમાં પણ લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે. મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે તેનો આદેશ જાહેર કર્યો છે. જે અનુસાર ૧૬થી ૩૦મે સુધી બંગાળમાં લોકડાઉન રહેશે. આ સમયે ફક્ત જરૂરી સેવાઓ જ ચાલુ રહેશે.

કોરોના સંક્રમણના કેસ વધાવાના કારણે પશ્ચિમ બંગાળમાં લોકડાઉન લગાવવાની ઘોષણા કરવામાં આવી છે. મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે લોકડાઉન જાહેર કર્યું છે. તેના જણાવ્યા અનુસાર બંગાળમાં ૧૬ મેથી ૩૦ મે સુધી લોકડાઉન રહેશે. તે સમયે ફક્ત જરૂરી સેવાઓ જ ચાલુ રહેશે. પ્રાઈવેટ ઓફિસ, સ્કૂલ-કોલેજ બધુ બંધ રહેશે. ફળ-શાકભાજી અને રાશનની દુકાનો પણ સવારે ૭ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જાહેર આદેશ અનુસાર ૧૬ મેથી ૩૦ મે સુધી એટલે કે ૧૫ દિવસ સુધી રાજ્યમાં લોકડાઉન રહેશે. તે સમયે ફક્ત જરૂરી સેવાઓમાં જ છૂટ મળશે. રાત્રના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી લોકોના બહાર નિકળવાની કડક મનાઈ રહેશે.

લોકડાઉન દરમિયાન દરેક પ્રાઈવેટ ઓફિસ, સ્કૂલ, કોલેજ બંધ રહેશે. રાજનૈતિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ગતિવિધિઓ પર રોક જરૂરી સેવાઓ સિવાય બાકી દરેક પ્રકારની ઈન્ડસ્ટ્રીઝ- ફેક્ટરી બંધ રહેશે. જરૂરી સેવાઓ પુરી પાડતા ટ્રક અથવા ગુડ્‌સ વ્હીકલને છોડીને બાકી દરેક ટ્રકોના મૂવમેન્ટ પર રોક ઈમરજન્સી ઉપરાંત પ્રાઈવેટ કાર, ટેક્સી, ઓટો નહીં ચાલે લોકલ ટ્રેન, મેટ્રો સર્વિસ, બસ સર્વિસ, ટ્રેન સર્વિસ બંધ રહેશે.

જાે કે ફળ-શાકભાજી, રાશન, દૂધની દુકાનો સવારે ૭થી ૧૦ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. મિઠાઈની દુકાનો સાંજે ૫ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. બેન્ક સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી ચાલુ રહેશે લગ્નમાં ૫૦ અને અંતિમ સંસ્કારમાં ૨૦ લોકોને જ પરવાનગી રહેશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.