Western Times News

Gujarati News

તૌકતેનું તાંડવઃદક્ષિણમાં દરિયો ગાંડોતૂર

નવીદિલ્હી, કોરોના વાયરસના સંકટની વચ્ચે વાવાઝોડું એક મોટી આફત લઈને આવ્યું છે જેમાં દક્ષિણ ભારતના રાજ્યોમાં તેની અસર પણ ચાલુ થઈ ગઈ છે. કેરળમાં વાવાઝોડાનું તાંડવ શરૂ થયું હોય તેવી સ્થિતિ છે. કેરળમાં દરિયો ગાંડોતૂર બન્યો છે જેમાં દરિયામાં તોફાની મોજાં ઉછળતા દરિયાકાંઠાના વિસ્તારમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

હાલમાં અર્નાકુલમમાં ૧, કાઝોકોડામાં ૧ વ્યક્તિનું મોત થયા હોવાના સમાચાર છે. કર્ણાટકમાં પણ ચાર લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં છ જિલ્લાઓમાં ભયંકર વરસાદ થઈ રહ્યો છે તથા વાવાઝોડાના કારનરે ૭૩ ગામડાઓ ભયંકર રીતે પ્રભાવિત થયા છે.

તૌકતે વાવાઝોડું ક્રમશઃ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તે ગુજરાત તરફ પ્રતતિ કલાક ૧૨ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. હાલ વાવાઝોડું વેરાવળથી ૬૭૦ કિલીમોટર દૂર અરબી સમુદ્રમાં છે. જે આવતીકાલ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચી જશે. ત્યારે વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં દેખાવાની શરૂઆત થઈ ગઈ છે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. તૌકતે વાવાઝોડા ના પગલે અનેક જિલ્લાઓમાં વહેલી સવારે વરસાદી વાતાવરણ જાેવા મળ્યુ છે. તો સાથે જ વાદળોની સાથે ધીમો ધીમો પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે, હજુ બે દિવસ વાતાવરણમાં આવો પલટો રહેશે.

કાળઝાળ ગરમી બાદ અચાનક વહેલી સવારથી વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. સંભવિત વાવાઝોડાને પગલે ભારતીય વાયુસેના પણ સક્રિય બની છે. વિવિધ એરપોર્ટ પરથી ગુજરાતમાં હઙ્ઘકિ ના જવાનો અને મશીનરી લાવવામા આવ્યા છે. તો બીજી તરફ, ગુજરાતમાં સંભવિત આવનાર તૌકતે વાવાઝોડાના પગલે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમમાં હલચલ વધી છે. એસઈઓસીમાં તમામ જિલ્લાઓ સાથે સંપર્ક કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે.

તમામ જિલ્લા કલેક્ટરો અને જિલ્લા સ્થાનિક વહીવટી તંત્રને સ્ટેન્ડ ટુના આદેશ સ્થાનિક કક્ષાએ આપવામાં આવ્યા છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમમાંથી જિલ્લાની સ્થાનિક જરૂરિયાતો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરાવવું પડે, ત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખી પગલાં ભરવામાં આવી રહ્યા છે.

એનડીઆરએફની ટીમોને ક્યાં રવાના કરવી, કયા વિસ્તારમાં કામગીરી લગાડવી એ તમામ એક્શન આ કંટ્રોલ રૂમમાંથી લેવાશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તૌકતે વાવાઝોડા પર નજર રાખવામાં આવી રહી છે. તો બીજી તરફ, વેરાવળમાં પણ હાલ વાદળછાયું વાતાવરણ છે.

વેરાવળના દરિયામાં મોજા પણ હાલ સામાન્ય દિવસોની માફક ઉછળી રહ્યા છે. પવનની ગતિ પણ હાલ સામાન્ય દિવસો જેવી છે. જાેકે, જેમ જેમ તૌકતે નજીક આવતુ જશે તેમ તેમ દરિયો પણ તોફાની બનતો જશે અને મોજા કરંટની જેમ ઉંચે ઉછળશે. ભાવનગરમાં સંભવિત વાવાઝોડાની અસરને પગલે ૭૭ અને ૧૮ મેના રોજ કોરોના વેક્સીન કામગીરી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. વાવાઝોડાની આગાહીને પગલે મનપા દ્વારા બે દિવસ વેક્સીનશન બંધ રખાયું.

ભાવનગર મનપા કમિશનર એમ.એ ગાંધીએ આ જાહેરાત કરી છે. મોરબી નજીકના ટીંબડી ગામે મોડી રાત્રે વીજપોલ ઉપર ભડાકા થયા હતા. હાલ પવન ફૂંકાતા વીજ લાઇનમાં ભડાકા થતા વાયરો તુટી ગયા હતા. જેને કારણે ગામમાં અંધારપટ છવાયો હતો. ચાલુ વીજ વાયરો રસ્તા ઉપર પડતા લોકોના જીવ પડીકે બંધાયા હતા.

ત્યારે તાત્કાલિક ગામના લોકો દ્વારા આ બનાવની વીજ કંપનીમાં જાણ કરાઇ છે.તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યના કયા જિલ્લામાં ક્યારે વરસાદી માહોલ જાેવા મળશે તેની વાત કરીએ તો હવામાન વિભાગે આજથી જ વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પણ પલટો જાેવા મળી રહ્યો છે.

ગુજરાતના ૯ જિલ્લામાં આજે વરસાદી ચેતવણી આપવામાં આવી છે. જેમાં આજે ગીર સોમનાથ, અમરેલી, દીવ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, દમણ અને વલસાડમાં વરસાદ પડશે. ૧૭ મે, સોમવાર ગીર સોમનાથમાં ભારે વરસાદ. જ્યારે અમદાવાદ, આણંદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૃચ, કચ્છ, ભાવનગર, અમરેલી, પોરબંદર, રાજકોટ, દ્વારકા, કચ્છઃ ૧૮ મે, મંગળવાર પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં અતિભારે વરસાદ. જ્યારે ભરૂચ, નવસારી, વલસાડ,દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.પાટણ, બનાસકાંઠા, ખેડા, આણંદ, ભરૃચ, સુરત, વડોદરામાં મધ્યમ વરસાદ પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.