Western Times News

Gujarati News

તળાજામાં સંત, સાહિત્યકાર અને સમાજસેવકનો ત્રિવેણી સંગમ

કોરોનાને હરાવવા સીતારામબાપુએ ઔષધિ પૂરી પાડી- મોરારિબાપુએ સહાય આપી

તળાજા, તળાજા પંથકમાં ફેલાયેલા કોરોનાને હરાવવા સંતો, સાહિત્યકાર અને સમાજસેવકો આગળ આવી રહ્યાં તળાજા ખાતે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટર ખાતે મોટાગોપનાથ મહાદેવ બ્રહ્મચારી જગ્યાના ગાદીપતિ સ્ત સીતારામબાપુ, લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, નાઝાભાઈ આહીર, પોપટભાઈ માલધારી, ધારાસભ્ય કનુભાઈ બારૈયા, સહિતના ધાર્મિક, સામાજીક અગ્રણી અને સમાજ સેવક યુવાનોનો ત્રિવેણી સંગમ થયો હતો.

તળાજાાના કોવિડ સેન્ટર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ખાસ ફરજ સોંપવામાં આવેલ વૈદ્ય મહેન્દ્રસિંંહ સરવૈયા, હોસ્પિટલનજા આરએમઓ વૈદ્ય ભરતભાઈ ભડિયાદરાની અહીં આવતા દર્દીઓને બજારમાં મળતી મોંઘી ઔષધિની જરૂર હોય તેવી અપીલને લઈ સંત સીતારામબાપુ દ્વારા દસેક પ્રકારની ઔષધિ મોટાગોપનાથ બ્રહ્મચારી ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામસિંહ રાઠોડ, ટ્રસ્ટીગણ, સેવક સમુદાય સાથે પૂરી પાડવામાં આવી હતી.

માયાભાઈ આહીરે તળાજા પંથકની જનતા જેને કોરોનાના સામાન્ય લક્ષણ દેઢખાય છે તેણે રીપોર્ટની પણ જરૂર નથી. પહેલા અહીં આયુર્વેદિક પધ્ધતિ દ્વારા થતી સારવાર લે તેવીઅ પીલ કરી હતી અને ઉમેર્યુ હતું કે મોરારિબાપુના મળેલ ફંડમાંથી જે વસ્તુની અહીં દર્દીઓ માટે જરૂરિયાત હશે તે પૂરી પાડવામાં આવશે.

મહામંડલેશ્વર રમજુબાપુ દ્વારા પણ તળાજાના દરેક કોવિડ સારવાર સેન્ટર પર દરરોજ ફ્રુટ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રમજુબાપુ દ્વારા પણ જાેઈતી દવા, ઔષધિ પૂરી પાડવામાં આવે છે. ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ પોતાના વિસ્તારમાં ડોક્ટરો, સંતો, સાહિત્યકારો, પેરા મેડિકલ સ્ટાફ જે મહેનત કરી રહ્યો છે તેને બિરદાવ્‌ઋયા હતા.

અહીં દાખલ કોરોનાના દર્દીઓને સીતારામબાપુ, માયાભાઈ આહીર અને કનુભાઈ બારૈયાએ રૂમમાં જઈ રૂબરૂ મળી આશીર્વાદ આપ્યા હતા. હવે કોરોનાની લહેર ધીમી પડશે ઃ સીતારામ બાપુસીતારામ બાપુએુ જણાવ્યું હતું કે સંત સમુદાય સાથે જે વાત થઈ રહી છે તે વાતને લઈને આશાવાદ વ્યક્ત કરાયો છે કે ૧પ મે બાદ કોરોનાની લહેર હળવી પડશે. વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાને તેઓએ તળાજાના ધનવંતરી કહીને બિરદાવ્યા હતા.

કોરોના કાળમાં ગરીબ લોકો માટે સારવાર અસહ્ય બની છે તેવા સંજાેગોમાં તળાજા ખાતે સરકાર દ્વારા ખોલવામાં આવેલ કોવિડ કેર સેન્ટર ખાતે દાતાઓની સખાવતથી વિનામૂલ્યે દવા, ફલોમીટર, મોંઘી દવા, અને ઔષધિ આપવામાં આવે છે. એ ઉપરાંત મોરારિબાપુના ફંડમાંથી પ્રસાદ રૂપે ભોજન પીરસવામાં આવે છે. સાથે સંતો અહીં આવી ભક્તિમય માહોલ બનાવે છે જે કોરોના દર્દીઓ અને તેના પરિવારજનોને પ્રોત્સાહિત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.