Western Times News

Gujarati News

મુંબઈએ ૪૦ વર્ષ બાદ ભીષણ વાવાઝોડાનો સામનો કર્યો

તાઉતે વાવાઝોડાના કારણે મુંબઈમાં ૪૭૯ વૃક્ષો ધરાશાયી થયા અને દીવાલ પડવાની ૨૬ ઘટનાઓ નોંધાઈ

મુંબઈ, ભયાનક રૂપ ધારણ કરીને ટાઉતે વાવાઝોડું હાલ ગુજરાતમાંથી પસાર થઈ રહ્યું છે. આ પહેલા આ વાવાઝોડું દેશની આર્થિક રાજધાની મુંબઈ નજીકથી પસાર થયું. જાણકારોનું માનવું છે કે ૪૦ વર્ષમાં પહેલીવાર કોઈ આટલું ખતરનાક વાવાઝોડું શહેરમાં આવ્યું હોય. ટાઉતેના કારણે અનેક ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી.

પબ્લિક ટ્રાન્સપોર્ટ પર માઠી અસર પડી. આ દરમિયાન શહેરવાસીઓએ નબળા મોબાઇલ નેટવર્ક અને વીજળી કાપનો પણ સામનો કર્યો. રિપોર્સ્‌ મુજબ, આ વાવાઝોડાના કારણે રાજ્યમાં ૬ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. હવામાન વિભાગે જાણકારી આપી હતી કે ટાઉતે સોમવારે મુંબઈના દરિયાકાંઠા વિસ્તારથી ૧૨૦-૧૩૦ કિલોમીટરના અંતરથી પસાર થશે.

રિપોર્ટમાં એક્સપર્ટ્‌સના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, ૧૯૮૧ બાદ આવી પહેલી ઘટના છે જેમાં આટલું ભીષણ વાવાઝોડું શહેરની નજીક પહોંચ્યું. જાે નિસર્ગ વાવાઝોડાથી તેની તુલના કરવામાં આવે તો તે મુંબઈના કાંઠાથી ૧૧૦ કિલોમીટર દૂર હતું, પરંતુ શહેરને કોઈ નુકસાન નહોતું પહોંચ્યું.

બીએમસી અધિકારીઓનું કહેવું છે કે વાવાઝોડાના દક્ષિણથી ઉત્તર તરફ જવા દરમિયાન ગુજરાત તરફ વધતા દક્ષિણ મુંબઈ સૌથી વધુ પ્રભાવિત થયું. રિપોર્ટ અનુસાર, મુંબઈ દરિયાકાંઠા પર પોતાના ચરમ પર પહોંચ્યા બાદ વાવાઝોડું ૧૨૦ નોટ્‌સની ઝડપે ચાલી રહ્યું હતું. આ વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ દિશામાં ગુજરાત તરફ વધ્યું અને શહેરમાં પવનની ઝડપ વધુ ગઈ.

વાવાઝોડાની ભયાનકતા એટલી હતી કે નાગરિકોએ શહેરભરના વીડિયો શૅર કર્યા, જેમાં તૂટેલા વૃક્ષો, વીજળી પડતી જાેવા મળી. બીએમસીના કોલાબામાં અફઘાન ચર્ચ સ્થિત હવામાન સ્ટેશન મુજબ, બપોરે લગભગ ૨ વાગ્યે શહેરમાં પવનની ઝડપ ૧૧૪ કિલોમીટર પ્રતિ કલાકની હતી.

રિપોર્ટમાં જણાવાયું છે કે વાવાઝોડાની અસર એ રહી કે દીવાલ પડવાની અલગ-અલગ ૨૬ ઘટનાઓ નોંધાઈ જેમાં ૮ લોકો ઘાયલ થયા. બીજી તરફ, શોર્ટ સર્કિટના ૧૭ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ૪૭૯ વૃક્ષો ધરાશાયી થયા. બોરીવલી પૂર્વમાં એક ઘરની દીવાલ પડી ગઈ જેમાં પરિવારના ચાર સભ્યોને ઈજા થઈ. જ્યારે અંધેરીમાં મહિલાની ઉપર દીવાલના ટુકડા પડ્યા. બીએમસી તરફથી મળેલી જાણકારી મુજબ, મહિલાની હાલત સ્થિર છે અને તેને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.