Western Times News

Gujarati News

વાવાઝોડાને કારણે રાજ્યમાં ૧૩ના મોત, ૫૯૫૧ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો

ગાંધીનગર: વાવાઝોડાએ સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં તારાજી સર્જ્‌યા બાદ દક્ષિણ ગુજરાત, ત્યારબાદ અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં તારાજી સર્જી છે. કેટલીક જગ્યાએ ઘરોના પતરા-નળીયા નીકળી ગયા તો ક્યાંક ઝાડ અને વીજપોલ પડી ગયા. આ વાવાઝોડાથી સૌથી વધારે નુકશાન ખેડૂતોને થયું છે. બાગાયતી પાકના ખેડૂતોને તો રોવાનો વારો આવ્યો જ છે, સાથે ઉભો પાક લોકોનો વાવાઝોડામાં નષ્ટ થઈ ગયો છે. હવે વાવાઝોડાની આફત ધીમે ધીમે ઓછી થઈ રહી છે, ત્યારે સરકાર આવતીકાલથી નુકશાનીનો સર્વે હાથ ધરશે, તથા રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવશે તેવી સરકારે ખાતરી આપી છે.

આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આગોતરા આયોજન, અગમચેતી અને મંત્રીઓથી માંડીને રાજ્ય સરકારના નાનામાં નાના કર્મચારીના સક્રિય પ્રયત્નો તથા ગુજરાતના લોકોના અભૂતપૂર્વ સહકારથી ગુજરાત તાઉ’તે વાવાઝોડામાંથી સાંગોપાંગ મુક્ત થયું છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વાવાઝોડાની વિશેષ અસર થઈ છે એવા જિલ્લાઓમાં સરકારના તમામ વિભાગો યુદ્ધના ધોરણે રિસ્ટોરેશન અને રાહત કામગીરી શરૂ કરશે. આગામી બે દિવસમાં પરિસ્થિતિ પૂર્વવત્‌ થઈ જાય અને જનજીવન સામાન્ય થઈ જાય એ પ્રકારે કાર્યવાહી કરાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘ઝીરો કેઝ્‌યુઅલટી’ ના અભિગમ સાથે રાજ્ય સરકારે ખડેપગે રહીને સમગ્ર આયોજન કર્યું હતું, રાજ્ય સરકારના આ માટેના નમ્ર પ્રયત્નોની કુદરતે પણ કાળજી લીધી છે, અને આવા તીવ્ર વાવાઝોડામાં પણ માત્ર ૧૩ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા છે. એમાં પણ મોટાભાગના મૃત્યુ આકસ્મિક ઘટનાઓને લઈને થયા છે.

રૂપાણીએ કહ્યું હતું કે, આવતીકાલથી રાજ્ય સરકારના સંબંધિત વિભાગો અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના વિગતવાર સર્વેક્ષણની કામગીરી શરૂ કરશે. પ્રાથમિક તબક્કે મકાનો, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોધોગને જે નુકસાન થયું છે તેનું સર્વેક્ષણ હાથ ધરાશે. જે જિલ્લાઓમાં વિશેષ નુકસાન થયું છે ત્યાં પડોશી જિલ્લાઓના અધિકારીઓને પણ સર્વેક્ષણની કામગીરીમાં સામેલ કરાશે, જેથી આ કામગીરી ઝડપથી થઇ શકે. તેમણે કહ્યું કે, યોગ્ય તમામ વ્યક્તિઓને સરકારી ધારાધોરણ મુજબ કેશડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય આર્થિક સહાય તાત્કાલિક ચુકવવાની કામગીરી હાથ ધરાશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકારના અગમચેતીભર્યા પગલાંને કારણે ગુજરાતની એક પણ કૉવિડ હોસ્પિટલોમાં દર્દીઓને કોઈ જ
તકલીફ પડી નથી. ગુજરાતમાં કુલ ૪૨૫ કોવિડ હોસ્પિટલ પૈકી ૧૨૨ કૉવિડ હૉસ્પિટલ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં હતી. તેમાંથી ૮૩ હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, આમ છતાં તમામ હોસ્પિટલોમાં જનરેટર સેટ અને ડીઝલની આગોતરી વ્યવસ્થા હોવાને કારણે એક પળ માટે પણ વીજ પુરવઠામાં અવરોધ સર્જાયો ન હતો.

વાવાઝોડાને કારણે ઝાડ પડવાના અને વીજળીના થાંભલા પડી જવાના બનાવો વધુ બન્યા છે, પરિણામે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યના ૫૯૫૧ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને મંગળવારે સાંજ સુધીમાં તે પૈકીના ૨,૧૦૧ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત્‌ ચાલુ થઇ ગયો છે. વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં કોમ્યુનિકેશન પૂર્વવત્‌ થઈ જાય તે માટે મોબાઈલ કંપનીઓ સાથે તાકીદે બેઠક કરીને મોબાઇલ ટાવર્સ અને તમામ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર આવતીકાલે સાંજ સુધીમાં પૂર્વવત્‌ થઈ જાય તેવા પ્રયત્નો કરવા સૂચનાઓ આપવામાં આવી છે. રૂપાણીએ વિગતો આપતાં કહ્યું હતું કે, ૨૨૦ કેવીના પાંચ વીજ સબસ્ટેશન અને ૬૬ કેવીના ૧૬૫ સબ સ્ટેશનને અસર થઇ હતી. માર્ગ વ્યવહાર વિશે વિગતો આપતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, વૃક્ષ પડવાથી ગુજરાતના ૬૭૪ રસ્તાઓ કામચલાઉ ધોરણે બંધ હતા,


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.