Western Times News

Gujarati News

જયપુર, અજમેર અને કોટા સહિત ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ

જયપુર: સાઈકલોન તાઉ-તે મંગળવારે રાતે રાજસ્થાન પહોંચ્યું હતું. તેની આજે જયપુર, અજમેર અને ભરતપુરમાં ઘણી અસર જાેવા મળી રહી છે. આ જિલ્લાઓમાં સવારથી જ ઝડપી પવનની સાથે વરસાદ થઈ રહ્યો છે. જયપુરમાં સવારથી જ વાદળો છે. ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી હવા ચાલી રહી છે. અહીં તાપમાનમાં ઘટાડો આવવાથી ઠંડક અનુભવાઈ રહી છે.

મંગળવારે મોડી રાતે તાઉ તે વાવાઝોડાના કારણ ઉદયપુરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો. ડૂંગરપુર મુખ્યાલયથી લગભગ ૨૫ કિલોમીટર દૂર વેંજા વિસ્તારમાં ૨૩૨ એમએમ વરસાદ રેકોર્ડ થયો છે. નાગૌર જિલ્લાના ઈગાસની ગામમાં વાવાઝોડુ કહેર બનીને તૂટ્યું હતું. અહીં ભારે વરસાદ અને આંધીને કારણે ઈંટોથી બનેલુ કાચુ મકાન ધરાશાયી થઈ ગયું, જેમાં ૮ વર્ષના એક બાળકનું દટાવવાના કારણે મૃત્યુ થયું. તેની ગર્ભવતી માતા અને બંને બહેર ગંભીર રૂપથી ઘાયલ થઈ ગઈ. મોસમ વિભાગથી મળેલા રિપોર્ટ મુજબ, ડૂંગરપુરના જ દેવલ, આસપુર, કાનબા અને ઉદયપુરના ગોગુંદા, સરેરા અને ગિરવામાં પણ ૧૦૦થી ૧૪૪ એમએમની વચ્ચે પાણી વરસ્યુ.

બીજી તરફ, ઉદયપુરમાં મંગળવારે રાતે ૭૦ એમએમ વરસાદ નોંધાયો હતો. મોડી રાતે વાવાઝોડું ઉદયપુર, રાજસમંદ થઈને અજમેર અને જયપુર તરફ આગળ વધ્યું. આ દરમિયાન ઉદયપુરમાં ભારે વરસાદ થયો, જેનાથી શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું. ઝડપી પવનના પગલે ઝાડ પડી ગયાં. સ્થિતિ પર નજર રાખવા માટે ઉદયપુરમાં ઘણી સરકારી ઓફિસ આખી રાત ખુલ્લી રહી. કલેક્ટર ચેતન દેવડા સહિતના ટોપ અધિકારી સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા.

શહેરમાં ભારે વરસાદને પગલે સરોવરમાં પાણી અચાનક વધ્યું છે. પિછોલા સરોવરનો જળસ્તર વધીને ૮.૪ ફૂટ અને ફતેહસાગરનો સ્તર ૭.૧૦ ફુટ પર પહોંચી ગયો છે, જ્યારે સ્વરૂપ સાગર સરોવરમાંથી પાણીને બહાર કાઢવા માટે સરોવરના ગેટ ખોલવા પડ્યા છે.માઉન્ટ આબુમાં પણ વાવાઝોડાની અસર જાેવા મળી. અહીં મંગળવાર રાતથી વાદળો છવાયાં છે અને ઝડપી વરસાદ પણ થઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ ઝાડ પણ પડ્યાં છે. ગોવા ગામના એક મકાન પર ખજૂરનું ઝાડ પડ્યું. અહીં દેલવાડા વિસ્તારમાં એક ઘર પર વીજળીનો થાંભલો પડી ગયો. બીજી તરફ તોરણા વિસ્તારમાં ઘણા ટિન શેડ ઊડી ગયાં. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈનું મૃત્યુ થયું હોવાના સમાચાર નથી.

તાઉ-તેની અસરથી ઘણા વિસ્તારોમાં તાપમાનમાં ઘણો ઘટાડો નોંધાયો છે. પાલીમાં રાતનું તાપમાન સૌથી ઓછું ૧૫.૮ ડીગ્રી નોંધાયું છે. બીજી તરફ સીકરમાં ૧૮.૫, અજમેર ૧૯.૪, ટોંકમાં ૨૦, જયપુરમાં ૨૦.૪ અને ઉદયપુરમાં ૨૧.૨ ડીગ્રી તાપમાન નોંધાયું છે. અજમેર અને ઉદયપુરમાં ૩-૩ ઈંચ વરસાદ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.