Western Times News

Gujarati News

ભાણગઢ સ્થિત શ્રી પ્રમુખ સ્વામી મહારાજ વિધામંદિરમાં 325 અસરગ્રસ્તોને મળ્યો આશરો

તાઉ’તે વાવાઝોડામાં 325  અસરગ્રસ્તોનું નવું રહેઠાણ એટલે “આશ્રય સ્થાન”

સેવાભાવી સંસ્થા દ્વારા તમામ અસરગ્રસ્ત શ્રમિકોના જમવાની વ્યવસ્થા કરવામાં આવી : 10 દિવસની રાશન કિટ વિતરણ પણ કરવામાં આવ્યું

આફત નો સફળતા પૂર્વક સામનો કરવાની ગુજરાતીઓની પ્રકૃતિ રહી છે. સલામતી માટેનું આગોતરૂ આયોજન ગુજરાતીઓને અનેક કુદરતી હોનારતો સામે રક્ષણ આપવામાં કારગર નિવડ્યુ. છે. રાજ્ય પર વિપદા આવે ત્યારે સૌ ગુજરાતીઓ એકજૂથ થઇને સેવાયજ્ઞમાં જોડાઇ જાય છે. આવું જ કંઇ ક બન્યુ તાઉ’તે વાવાઝોડા વચ્ચે.

તાઉ તે વાવાઝોડા એ ગુજરાત પર કહેર વર્તાવવાનો પ્રયત્ન કર્યો. પરંતું રાજ્યના આગોતરા આયોજન અને લોકોના સહિયારા પ્રયાસો થી મોટી હોનારતને ટાળવામાં સફળતા મળી.

અમદાવાદ જિલ્લામાં વાવાઝોડાથી અસરગ્રસ્ત ધોલેરા તાલુકામાં સેવાભાવી સંસ્થા,ખાનગી સંસ્થા અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી 325 થી વધુ અસરગ્રસ્તો માટે એક સલામતીનું રહેઠાણ બન્યુ “આશ્રય સ્થાન.“.

ધોલેરા તાલુકાના મહાદેવપુરામાં દરિયાકાંઠાના વાવઝોડાની અસર સંભવિત વિસ્તારમા ઝૂંપડા અને કાચા મકાનોમાં રહેતા શ્રમિકોને અગમચતીના ભાગરૂપે ભાણગઢ ગામમાં શ્રી પ્રમુખ સ્વામી મહારાજ ઉત્તર બુનિયાદી વિધામંદિર સ્થિત આશ્રય સ્થાનમાં ખસેડવામાં આવ્યા હતા.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ 325 અસરગ્રસ્તોનું આશ્રય સ્થાનમાં સ્થળાંતર કરાવ્યા બાદ કોરોના રેપીડ એન્ટીજન ટેસ્ટીંગ કરાવવામા આવ્યું હતુ. જેમાં એક પણ અસરગ્રસ્ત શ્રમિક પોઝીટીવ જણાઇ આવ્યા ન હતા. ત્યારબાદ તમામ અસરગ્રસ્ત શ્રમિકોના હેલ્થ ચેક અપ કરીને તેઓની પ્રાથમિક સારવાર કરવાની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

ધોલેરાની ટાટા સોલાર કંપનીમાં કામ કરતા શ્રમિકોનું સ્થળાંતર ઉત્તર બુનિયાદી શાળામાં કાર્યરત આશ્રય સ્થાનમાં કરવામાં આવ્યુ. ખાનગી સેવાભાવી સંસ્થા દ્વારા તમામ શ્રમિકોના જમવાની વ્યવસ્થા કરવામાં આવી. આ સેવાસંસ્થા દ્વારા આશ્રય સ્થાનમાં વસવાટો કરી રહેલા તમામ શ્રમિકોને દસ દિવસની રાશન કીટ પણ આપવામાં આવી હતી.તેઓનું દરરોજ મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે.

આ સેવા ભાવી સંસ્થા દ્વારા આશ્રય સ્થાનમાં વસેલા તમામ અસરગ્રસ્ત શ્રમિકોને કોરોનાના સંક્રમણથી બચાવવા  માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.