Western Times News

Gujarati News

ચાર્ટર્ડ પ્લેનમાં લગ્ન કરવા દંપતીને હવે ભારે પડશે

મદુરાઈથી બેંગલુરુ ચાર્ટર્ડ બુક કરાવ્યા બાદ પ્લેનમાં મહેમાનો માસ્ક વગર જાેવા મળતાં પગલાં લેવામાં આવશે

મદુરાઈ,  કોરોના વાયરસ વચ્ચે તામિલનાડુમાં એક લગ્ન ચર્ચામાં આવ્યા છે. મદુરાઈમાં એક કપલે હવામાં લગ્ન કર્યા હતા અને હવે આ મામલો ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) સુધી પહોંચી ગયો છે. હકિકતમાં આ કપલે પોતાના લગ્નના વેન્યુ તરીકે એક ચાર્ટર્ડ પ્લેનની પસંદગી કરી હતી અને મદુરાઈથી બેંગલુરૂ સુધી એક આખી ચાર્ટર્ડ ફ્લાઈટ બૂક કરાવી હતી.

લગ્નનો સમગ્ર કાર્યક્રમ ફ્લાઈટમાં થયો હતો અને ફ્લાઈટમાં સંબંધીઓ અને મહેમાનોથી ભરેલી હતી. આ ઘટનાનો વિડીયો અને તસ્વીરો સામે આવી છે જેમાં વરરાજા કન્યાને મંગળસૂત્ર પહેરાવતા જાેવા મળે છે અને કપલ ફોટો પડાવી રહ્યું છે. તસ્વીરમાં પાછળ મહેમાનો જાેવા મળે છે. મોટા ભાગના લોકોએ માસ્ક પહેર્યું ન હતું અને કોવિડ-૧૯ પ્રોટોકોલનું પાલન પણ કર્યું ન હતું.

જાેવા મળે છે કે કન્યાએ ફૂલો અને ઘરેણાઓનો શણગાર કર્યો છે અને વરરાજાએ પણ લગ્નનો પરંપરાગત ડ્રેસ પહેર્યો છે. ફ્લાઈટ તેની ક્ષમતા મુજબ ફૂલ ભરેલી લાગે છે. હવે ડીજીસીએ એ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. મદુરાઈના એરપોર્ટ ડાયરેક્ટર એસ.સેન્થિલ વલવને જણાવ્યું હતું કે કાલે સ્પાઈસ જેટની ચાર્ટર્ડ ફ્લાઈટ મદુરાઈથી બૂક કરવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓને હવામાં લગ્ન થયા હોવાની કોઈ જાણકારી ન હતી.

ડીજીસીએ એ જણાવ્યું હતું કે અમે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. એરલાઈન અને એરપોર્ટ ઓથોરિટી પાસે રિપોર્ટ માંગ્યો છે. જ્યારે સ્પાઈસ જેટની તે ફ્લાઈટ પર હાજર ક્રુને હાલમાં ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે. સંસ્થાએ જણાવ્યું હતું કે, એરલાઈનને આદેશ આપવામાં આવ્યો હતો કે કોવિડના નિયમોનું પાલન ન કરનારા લોકો વિરુદ્ધ એક્શન લેવામાં આવશે. ઘટનાને લઈને સ્પાઈસ જેટે પણ નિવેદન જારી કર્યું છે.

એરલાઈનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ૨૩ મે ૨૦૨૧ના રોજ મદુરાઈના એક ટ્રાવેલ એજન્ટે ફ્લાઈટ બૂક કરાવી હતી. તેને લગ્ન બાદ એક જાય રાઈડ તરીકે બૂક કરાવવામાં આવી હતી. એરલાઈનનું કહેવું છે કે એજન્ટ અને ગેસ્ટ પેસેન્જર્સને કોવિડ ગાઈડલાઈન્સની જાણકારી આપવામાં આવી હતી અને તેમને ફ્લાઈટમાં કોઈ એક્ટિવિટી ન કરવાનું કહેવામાં આવ્યું હતું.

એરપોર્ટ અને મુસાફરી દરમિયાન તેમને વારંવાર ગાઈડલાઈન અંગે કહેવામાં આવ્યું હતું. જેમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પર પ્રતિબંધ પણ સામેલ હતો. જાેકે તેમ છતાં તે કોઈ પણ પ્રકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું ન હતું. હવે એરલાઈન નિયમો મુજબ યોગ્ય પગલા લઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.