Western Times News

Gujarati News

લખનૌમાં ગટરના પાણીમાં કોરોના વાઈરસ

પ્રતિકાત્મક

પાણીમાંથી સંક્રમણ ફેલાશે કે કેમ ? તે સંશોધનનો વિષયઃ નિષ્ણાતો

લખનૌ, ઉત્તરપ્રદેશમાં ગંગા અને યમુના નદીમાં વહેડાવવામાં આવેલા સંખ્યાબંધ શબોની તસ્વીરોએ લોકોને અચરજમાં મૂકી દીધા હતા. આ અંગે પ્રકાશમાં આવેલી એક માહિતી ચિંતા વધારે તેવી શયતા છે. લખનઉના ગટરના પાણીમાં કોરોનાવાઈરસ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

ડો.ઘોષાલ જણાવે છે કે હાલ કોરોના સંક્રમિત તમામ દર્દી હોમ આઈસોલેશનમાં છે. એવામાં તેમનુ સ્ટૂલ સીવેજમાં જાય છે. ઘણા દેશોમાં થયેલા સ્ટડીમાં બહાર આવ્યું છે કે ૫૦ ટકા દર્દીઓના સ્ટૂલમાં પણ વાઈરસ પહોંચી જાય છે. એવામાં સીવેજમાં વાઈરસ મળવા પાછળનું કારણ સ્ટૂલ હોઈ શકે છે.

ડો.ઘોષાલના જણાવ્યા મુજબ શહેરના પાણીમાં વાઈરસની પુષ્ટિ તો થઈ ગઈ છે. જાેકે પાણીમાં રહેલા વાઈરસથી સંક્રમણ ફેલાશે કે નહિ તે હાલ રિસર્ચનો વિષય છે. એવામાં યુપીના અન્ય શહેરોમાંથી પણ સેમ્પલ એકત્રિત કરવામાં આવશે. સીવેજ સેમ્પલ ટેસ્ટિંગના આધારે હવે મોટો સ્ટડી થશે.

માઈક્રોબાયોલોજી વિભાગના અધ્યક્ષ ડો.ઉજ્જવલા ધોષાલના જણાવ્યા મુજબ, કોરોનાની બીજી લહેર પછી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ  અને વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)એ રિસર્ચ સ્ટડી શરૂ કરી છે. તેના ભાગરૂપે દેશમાંથી અલગ-અલગ શહેરોના સીવેજ સેમ્પલ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

ડો.ઉજ્જવલા જણાવે છે કે સીવેજ સેમ્પલના ટેસ્ટિંગ માટે દેશમાં ૮ સેન્ટર બનાવવામાં આવ્યા છે. તેમાં યુપીનું લખનઉ ૈં પણ છે. પ્રથમ તબક્કામાં લખનઉની જ ૩ સાઈટમાંથી સીવેજ સેમ્પ લેવામાં આવ્યા છે. તેમાંથી એક જગ્યાના સેમ્પલમાં કોરોનાવાઈરસની પુષ્ટિ થઈ છે. તે સિવાય મુંબઈના સીવેજમાં પણ કોરોનાવાઈરસ મળ્યો છે. હાલ દેશના અન્ય શહેરોમાં સ્ટડી ચાલુ છે.

સાથે જ તેનાથી સંક્રમણના ફેલાવવા અંગે પણ સ્ટડી કરવ આ પહેલા હૈદરાબાદના હુસૈન સાગર સરોવર સિવાય નાચારમના પેદ્દુા ચેરવુ અને નિઝામ તળાવમાંથી પણ કોરોનાવાઈરસનું જેનેટિક મટિરિયલ મળી ચુક્યું છે. જાેકે સ્ટડીમાં એ વાત બહાર આવી છે કે તેનાથી સંક્રમણ આગળ ફેલાયું નથી.

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ, ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી, સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીક્યૂલર બાયોલોજી અને એકેડમી ઓફ સાયન્ટિફિક એન્ડ ઈનોવેટિવ રિસર્ચે મળીને આ અભ્યાસ કર્યો છે. ૭ મહિના દરમિયાન થયેલા આ સ્ટડીમાં પ્રથમ અને બીજી લહેરને કવર કરવામાં આવી છે.

સ્ટડીના જણાવ્યા મુજબ, વસ્તીમાંથી જે અનટ્ર્‌ીટેડ અને ગંદુ પાણી આવ્યું, તેના કારણે કોરોના વાઈરસનું જેનેટિક મટિરિયલ તળાવોમાં ફેલાયું. આ જેનેટિક મટિરિયલથી કોરોનાનું સંક્રમણ આગળ ન ફેલાયું પરંતુ તેનો ઉપયોગ આવનારી લહેરના અનુમાનના સ્ટડી માટે કરી શકાય છે.

ઓનલાઈન જર્નલ દ્ભઉઇના ૨૪ માર્ચ ૨૦૨૦ના અંકમાં નેધરલેન્ડના વૈજ્ઞાનિકનો સ્ટડી પ્રકાશિત થયો હતો. તેમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કોરોનાવાઈરસના ૩ સક્રિય જીન્સ મળવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ રીતે યુકેના સેન્ટર ફોર ઈકોલોજી એન્ડ હાઈડ્રોલોજી મુજબ કોરોનાવાઈરસ મળ કે પછી ગંદા પાણીમાં પણ થોડા સમય સુધી સક્રિય રહી શકે છે. જાેકે કેટલા સમય સુધી પાણીમાં સર્વાઈવ કરે છે, તેની હજી સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.