Western Times News

Gujarati News

તાઈવાનને અલગ દેશ ગણનાર સામે ચીનના ઘૂરકિયા

સીનાએ તાઈવાનને અલગ દેશ ગણાવવા બદલ માફી માગી -ફિલ્મના પ્રચાર માટે રેસલર તાઈવાન પહોંચ્યો, ચાહકો સાથેની મુલાકાતમાં તાઈવાનને અલગ દેશ ગણાવ્યો હતો

તાઇપેઇ,  WWEના સુપર સ્ટાર રેસલર જાેન સીનાએ તાજેતરમાં જ એક કાર્યક્રમમાં તાઈવાનને અલગ દેશ ગણાવતુ નિવેદન આપ્યુ હતુ. જાેકે આ નિવેદન બાદ ચીન ભડકયુ હતુ અને વિવાદ એટલો વધ્યો હતો કે, જાેન સીનાને હવે માફી માંગવી પડી છે. John Cena apologizes for calling Taiwan a country during interview

જાેન સીનાએ પોતાના અગાઉના નિવેદનથી પલટી મારીને ચીનના ચાહકોની માફી માંગી લીધી છે. સીનાએ તાઈવાનને અલગ દેશ ગણાવ્યા બાદ ચીનના લોકોએ સીના માફી માંગે તેવી માંગ ઉઠાવી હતી.

જણાવી દઈએ કે, ચીન તાઈવાનને પોતાનો જ એક ભાગ ગણે છે. તાઈવાનને તે એક દિવસ પોતાનામાં ભેળવી દેશે તેવી ધમકી પણ અવાર નવાર આપે છે. દુનિયાનો બીજાે કોઈ દેશ જાે તાઈવાનને અલગ દેશ ગણવા માટે પ્રયાસ કરે તો ચીન તેની સામે તરત જ ઘૂરકિયા કરવા માંડે છે.

જાેન સીના તાજેતરમાં પોતાની આગામી ફિલ્મના પ્રચાર માટે તાઈવાન પહોંચ્યો હતો અને ચાહકો સાથેની મુલાકાત દરમિયાન તાઈવાનને અલગ દેશ ગણાવ્યો હતો. એ પછી ચીનમાં થયેલા હંગામા બાદ સીનાએ ચીનના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ વાઈબો પર એક વિડિયો રિલિઝ કરીને માફી માંગતા કહ્યુ હતુ કે, એક ઈન્ટરવ્યૂ દરમિયાન મેં ભૂલ કરી હતી. હું ચીન અને તેના લોકોનુ બહુ સન્માન કરુ છું. મને મારી ભૂલ માટે ખેદ છે.

હુંમાફી માંગુ છું. સીનાની ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસનો નવો ભાગ રિલિઝ થયો છે. ફિલમ બોક્સ ઓફિસ પર છવાયેલી છે અને અત્યાર સુધીમાં ૧૪૮ મિલિયન ડોલરની કમાણી કરી છે. ચીનનુ માર્કેટ ગુમાવવુ પોસાય તેમ નહી હોવાથી સીનાએ માફી માંગી હોવાનુ દેખાઈ રહ્યુ છે. ચીન અગાઉ પણ પોતાના વિશાળ માર્કેટને હથિયાર તરીકે ઉપયોગમાં લઈ ચુકયુ છે. સમયાંતરે અહીંયા આંતરરાષ્ટ્રિય પ્રોડક્ટસના બહિષ્કારની ધમકી અપાતી હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.