Western Times News

Gujarati News

જાપાનના જહાજ સાથે રશિયન જહાજની ટક્કર, ત્રણનાં મોત

જાપાનના એક ટાપુ પાસે જાપાનનુ માછલી પકડનારુ જહાજ અને રશિયાનુ એક કાર્ગો શીપ એક બીજા સાથે અથડાયુ

મોસ્કો,  રસ્તા પર વાહનો વચ્ચે આમને સામને થતી ટક્કર આમ વાત છે. દુનિયાના તમામ દેશોમાં આ પ્રકારના અકસ્માતો થતા હોય છે. જાેકે અફટા દરિયામાં હંકારતા જહાજાે એક બીજાની સાથે અથડાય ત્યારે નવાઈ લાગવી સ્વાભાવિક છે.જાપાનના એક ટાપુ નજીક જાપાનનુ માછલી પકડનારુ જહાજ અને રશિયાનુ એક કાર્ગો શીપ એક બીજા સાથે અથડાયુ હતુ. આ ટ્‌કકર એટલી ભયાનક હતી કે, જાપાની શિપ ઉંધુ વળી ગયુ હતુ. આ અકસ્માતમાં ૩ લોકોના અત્યાર સુધી મોત થઈ ચુકયા છે.

જાપાનની સરકારના કહેવા પ્રમાણે આમ તો જાપાની જહાજના પાંચ સભ્યોને રશિયાના જહાજના ક્રુ મેમ્બરોએ બચાવી લીધા હતા પણ કિનારા સુધી પહોંચતા ત્રણ લોકોના મોત થઈ ગયા હતા. જાપાની જહાજ માછલી પકડીને પાછુ ફરી રહ્યુ હતુ અને તે વખતે ધુમ્મસના કારણે રશિયન જહાજ સાથે ટકરાયુ હતુ.

જાેકે કાર્ગો જહાજના જંગી કદના કારણે તેને કોઈ ખાસ નુકસાન થયુ નથી. રશિયન સરકારે પણ મામલાની તપાસના આદેશ આપ્યા છે. માછલી પકડનાર જે બોટો ત્યાં મોજૂદ હતી અને તેના પર સવાલ લોકોનુ કહેવુ છે કે, રશિયાના વિશાળ જહાજે જાપાની જહાજને સાઈડ પરથી ટટકર મારી હતી. જાપાનના કોસ્ટ ગાર્ડ દ્વારા બંને જહાજના ક્રુ મેમ્બરોની પણ પૂછપરછ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.