Western Times News

Gujarati News

સાયન્સ સીટી રોડ પર વિલીયમ જ્હોનના પિત્ઝાના સલાડમાં ઈયળ, એકમ સીલ

એડવોકેટ પરિવાર સાથે પિત્ઝા ખાવા ગયા‘ને ઈયળ નીકળી, ફરીયાદ કરતા કાર્યવાહી
અમદાવાદ,  શહેરના કેટલાંક ખાણી-પીણીના એકમોમાં સ્વચ્છતાનો અભાવ જાવા મળી રહ્યો છે. અખાદ્ય ખોરાકને લીધે શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

શહેરના સોલા વિસ્તારમાં સાયન્સ સીટી રોડ ઉપર જેબીઆર આર્કેડમાં વિલીયમ જ્હોન પિત્ઝાની દુકાનમાં જમવા ગયેલા એડવોકેટ પરિવારને સોમવારે કડવો અનુભવ થયો હતો. વિલિયમ જ્હોન પીત્ઝા સાથે આપવામાં આવેલા સલાડમાં ઈયળ નીકળી હતી. જેથી તાત્કાલિક અમદાવાદ મ્યુનિસિપલના હેલ્થ ખાતાને જાણ કરી હતી. જેમાં આ એકમ પાસે ફૂડ લાયસન્સ પણ નહોતુ. જેથી મ્યુનિસિપલે એકમને નોટીસ આપી સીલ કરી દીધું છે.

શહેરના સાયન્સ સીટી રોડ ઉપર જેબીઆર આર્કેડમાં વિલીયમ જ્હોન નામના એકમમાં અનલીમીટેડ પીત્ઝાના નામે પિત્ઝાનું વેચાણ થાય છે જેમાં પિત્ઝા સાથે વિવિધ પ્રકારના સલાડ પીરસાય છે. સોમવારે બપોરના સમયે એક એડવોકેટ પરિવાર અને મિત્ર સાથે પીત્ઝા ખાવા માટે વિલિયમ પિત્ઝા નામના એકમમાં ગયા હતા. સાથે તેમણે સલાડ પણ લીધો હતો. જેમાં ઈયળ ફરતી દેખાઈ હતી. જેથી તેમણે અસ્વચ્છતા માટે એકમના સંચાલકોને ટપાર્યા હતા.

સાથે તેમણે મોબાઈલથી વિડીયો પણ ઉતારી લીધો હતો. અમદાવાદ મ્યુનિસીપલના ફૂડ ઈન્સ્પેક્ટર રાકેશ ગામિતે જણાવ્યુ હતુ કે ‘સાયન્સ સીટી રોડ ઉપરના વિલીયમ પિત્ઝા નામના એકમમાં પિત્ઝા સાથે સર્વ થતાં સલાડમાં ઈયળ નીકળ્યાનો વિડીયો સાથે અમને ફરીયાદ મળી હતી. જેથી અમે નોટીસ આપી આ એકમને સીલ મારી દીધું છે. તપાસમાં એકમ પાસે ફૂડ લાયસન્સ પણ નહોતુ એવી માહિતી પણ મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.