Western Times News

Gujarati News

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટિંગ શરૂ

પ્રતિકાત્મક

મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે આશરે ૪૦૦ સેમ્પલના ટેસ્ટિંગ થઈ શકે તેવી ક્ષમતા સાથેની વ્યવસ્થા કરાઈ છે-અદ્યતન મશીનરી સાથે લેબોરેટરી રિપોર્ટની સુવિધા

મહેસાણા,  મહેસાણા જિલ્લામાં કોરોના મહામારી સમયે સરકારી હોસ્પિટલો દર્દીઓ અને તેમના સ્નેહીજનો માટે આશીર્વાદ રૂપ સેવા આપી રહી છે. ત્યારે જિલ્લામાં વડનગર ય્સ્ઈઇજી સરકારી હોસ્પિટલ બાદ મહેસાણા જિલ્લા મુખ્ય મથકે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની બીમારીમાં ઝડપથી પરીણામ માટે જરૂરી ઇ્‌ઁઝ્રઇ સહિતના લેબોરેટરી ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં અદ્યતન લેબોરેટરી મશીનરી લાવી સરકાર દ્વારા મહેસાણા સિવિલને સુપ્રત કરવામાં આવી છે. જિલ્લાના નાગરિકોને કોવિડ અંગેનું પરીણામ ઝડપથી મળી રહે તે માટે સરકાર હમેસાં પ્રયત્નશીલ રહી છે.
મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે અંદાજીત ૪૦૦ સેમ્પલના ટેસ્ટિંગ થઈ શકે તેવી ક્ષમતા સાથેની વ્યવસ્થા કરાઈ છે. હાલમાં રોજના અંદાજીત ૨૦૦ થી પણ વધુ કોરોના માટે ઇ્‌ઁઝ્રઇ સેમ્પલના ટેસ્ટિંગ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ડૉ. દિનેશ વ્યાસ, પેથોલીજીસ્ટ, લેબ ઇન્ચાર્જ એ જણાવ્યું હતું કે, અહીંયા અમે ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટની કામગીરી કરીયે છીએ તેમજ જિલ્લામાં સરકારી બે લેબોરેટરી છે જેમાં એક મહેસાણા સિવિલ ખાતે અને બીજી એ વડનગર જી.એમ.ઇ.આર.એર ખાતે આવેલી છે.

મહેસાણા જિલ્લામાં આ લબોટરીને ચાર તાલુકા ફાળવવામાં આવ્યા છે. જેમાં બેચરાજી, કડી, જાેટાણા અને મહેસાણા અમે આ ચાર તાલુકાના ટેસ્ટિંગ કરી તેનું પરીણામ તૈયાર કરવામાં આવે છે જ્યારે બાકીના તાલુકામાં વડનગર ખાતે ટેસ્ટીંગનું પરીક્ષણ કરવામાં આવે છે.

મહેસાણા અને વડનગર ખાતે કોવિડ ૧૯નું પરીક્ષણ નિઃશુલ્ક કરવામા આવે છે. મહેસાણા સિવિલસ હોસ્પિટલ ખાતે કાર્યરત આ લેબમાં થયેલ ટેસ્ટિંગના ૨૪ કલાકમાં પરીણામ આપવામાં આવે છે. મહેસાણા સિવિલમાં અંદાજીતક ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટનું મશીન રૂ.૧૦ લાખનું આવે છે જે નાગરિકોની સુવિધા માટે કાર્યરત કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.