Western Times News

Gujarati News

ચીને નીતિ હળવી કરી, દંપતી હવે ૩ બાળક પેદા કરી શકશે

Files Photo

ચીનમાં માત્ર ૨ બાળકો કરવાની જૂરી હતી, ભવિષ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને ચીને આ પગલું ભરવું પડ્યું

નવી દિલ્હી: વૃદ્ધ થઈ રહેલી વસ્તી અને જનસંખ્યા વધવાની ધીમી ગતિથી ચિંતિત ચીને એક મોટો અને ખૂબ જ મહત્વનો ર્નિણય લીધો છે. ચીન સરકારે હવે પરિવાર નિયોજનને લગતા નિયમોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. સોમવારે લેવામાં આવેલા ર્નિણય પ્રમાણે હવે ચીનમાં કોઈ પણ કપલ ૩ બાળકો પેદા કરી શકશે. પહેલા ચીનમાં ફક્ત ૨ બાળકો કરવાની જ મંજૂરી હતી.

થોડા સમય પહેલા જ ચીનની જનસંખ્યાના આંકડા સામે આવ્યા હતા જેમાં ચીનની વસ્તીનો મોટો હિસ્સો ખૂબ જ ઝડપથી વૃદ્ધ થઈ રહેલો જણાયો હતો. આ સંજાેગોમાં ભવિષ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને ચીને આ પગલું ભરવું પડ્યું છે. ચીની મીડિયાના અહેવાલ પ્રમાણે નવી પોલિસીને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મંજૂરી મળી ગઈ છે. મતલબ કે ચીનમાં હવે અનેક દશકાથી ચાલી આવતી ટૂ-ચાઈલ્ડ પોલિસીને ખતમ કરવામાં આવી છે.

તાજેતરમાં પ્રગટ થયેલા ચીની જનસંખ્યાના આંકડાઓ પ્રમાણે છેલ્લા દશકામાં ચીનમાં બાળકો પેદા થવાની સરેરાશ સૌથી ઓછી હતી. ચીનની ટૂ-ચાઈલ્ડ પોલિસીને તેનું મુખ્ય કારણ માનવામાં આવ્યું હતું. આંકડાઓ પ્રમાણે ૨૦૧૦થી ૨૦૨૦ દરમિયાન ચીનમાં જનસંખ્યા વધવાની ઝડપ ૦.૫૩ ટકા હતી. જ્યારે વર્ષ ૨૦૦૦થી ૨૦૧૦ દરમિયાન આ ઝડપ ૦.૫૭ ટકા હતી. ૨૦૨૦માં ચીનમાં ફક્ત ૧૨ મિલિયન બાળકો પેદા થયા હતા જ્યારે ૨૦૧૬માં તે આંકડો ૧૮ મિલિયન હતો.

ચીન હાલ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને તેના પછીના ક્રમે ભારત આવે છે. ૧૯૭૦ના દશકામાં વસ્તીવધારાની ગતિને કાબૂમાં લેવા ચીનના કેટલાક વિસ્તારોમાં વન ચાઈલ્ડ પોલિસી લાગુ કરવામાં આવી હતી. બાદમાં આ નિયમ આખા દેશમાં લાગુ કરવામાં આવ્યો તો તેની ઉલટી અસર પડી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.