Western Times News

Gujarati News

ચિદમ્બરમને મોટો ફટકોઃ કોર્ટમાંથી કોઇપણ પ્રકારની રાહત ન મળી

નવીદિલ્હી : પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને આજે પણ કોર્ટમાંથી કોઇપણ પ્રકારની રાહત મળી ન હતી. આઈએનએક્સ મિડિયા મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે ચિદમ્બરમને રાહત આપવાનો આજે ઇન્કાર કરી દીધો હતો. હવે પાંચમી સપ્ટેમ્બર સુધી ચિદમ્બરમને સીબીઆઈ કસ્ટડીમાં રહેવાની ફરજ પડશે. જા કે, ચિદમ્બરમને તિહાર જેલમાં જવાથી હાલમાં રાહત મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે હાલમાં આ સમગ્ર મામલામાં યથાસ્થિતિ  જાળવી રાખવા સીબીઆઈને આદેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે એવો આદેશ પણ કર્યો છે કે, પાંચમી સપ્ટેમ્બર સુધી ચિદમ્બરમના વકીલ નિચલી કોર્ટમાં રાહત માટેની અપીલ કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઈને વધુ કસ્ટડી મળી ગઈ છે. સીબીઆઈ કોર્ટે પણ પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમની કસ્ટડી પાંચમી સુધી વધારી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, કોંગ્રેસી નેતા ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડી પાંચમી સપ્ટેમ્બર સુધી જારી રહેશે. પી ચિદમ્બરમના વકીલ ટ્રાયલ કોર્ટમાં જામીન માટે અરજી કરી શકશે નહીં. પાંચમી સપ્ટેમ્બરના દિવસે ઇડી આ મામલામાં આગોતરા જામીનની અરજી ઉપર સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી શકે છે. સીબીઆઈ કોર્ટે પણ સુપ્રીમ કોર્ટના આદેશને માન્ય રાખીને ચિદમ્બરમની કસ્ટડીને વધારી દીધી હતી.

જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ એએસ બોપન્નાની બનેલી બેંચે કહ્યું હતું કે, ચિદમ્બરમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવા અને તેમને સીબીઆઈની કસ્ટડીમાં મોકલવા માટેના નિચલી કોર્ટના આદેશને પડકાર ફેંકતી અરજી ઉપર પાંચમી સપ્ટેમ્બરના દિવસે સુનાવણી થશે. સુનાવણી દરમિયાન સીબીઆઈ અને ઇડી તરફથી  ઉપસ્થિત  રહેલા એડીશનલ સોલીસીટર જનરલ કેએમ નટરાજે કહ્યું હતું કે, અનેક બનાવટી કંપનીઓ મારફતે લેવડદેવડ થઇ છે.

સિંગાપુર અને બ્રિટનમાં કેટલાક ખાતાઓની ઓળક પણ થઇ છે. નટરાજે કહ્યું હતુંકે, વિદેશી બેંક એકાઉન્ટ, સંપત્તિના અધિગ્રહણ, પૈસાની લેવડદેવડ માટે બોગસ કંપનીઓ બનાવવામાં આવી હતી. આ તમામ ચીજાને લઇને વિસ્તારપૂર્વક પુછપરછની જરૂર દેખાઈ રહી છે. આવી સ્થિતિ માં એરસેલ મેક્સિસ કેસમાં કસ્ટડીની જરૂર દેખાઈ રહી છે.

ત્યારબાદ નટરાજને કહ્યું હતું કે, તેઓ સીલબંધ કવરમાં કેટલાક દસ્તાવેજા આપવા માંગે છે જેમાં ઇડી કેસ સાથે જાડાયેલી કેટલીક મહત્વની વસ્તુઓ છે. ગઇકાલની દલીલો બાદ ચિદમ્બરમની મુશ્કેલી વધી ગઈ હતી. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલ દ્વારા તર્કદાર દલીલો કરવામાં આવી ચુકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.