Western Times News

Gujarati News

વડોદરાની માધ્યમિક શાળાઓમાં ૮૧ શિક્ષણ સહાયકોને નિમણૂંક અપાઈ

કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના હસ્તે ૨૦ શિક્ષણ સહાયકોને પ્રતિકાત્મક રીતે નિમણૂંક પત્રો આપવામાં આવ્યા

(માહિતી) વડોદરા, વડોદરા શહેર-જિલ્લાની બિન સરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ૮૧ શિક્ષણ સહાયકોને નિમણૂંક આપવામાં આવી છે. તે પૈકીના ૨૦ જેટલા શિક્ષણ સહાયકોને કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના હસ્તે પ્રતિકાત્મક રીતે નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા.

રાજ્યમાં ૨૯૩૮ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને આવકારતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગર સ્થિતથી ઓનલાઈન સંબોધન કરતા જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં શિક્ષક-ગુરૂ ખૂબ ઉચ્ચ સ્થાન ધરાવે છે. વિદ્યાર્થીઓના ચરિત્ર ઘડતર અને રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકોની મહત્વની ભૂમિકા રહેલી છે.

ત્યારે સમગ્ર વિશ્વના પડકારો ઝીલતી થાય તેવી નવી પેઢી શિક્ષકોએ તૈયાર કરવાની છે. સાથે જ તેમણે રાજ્ય સરકારે કોરોનાના કપરાકાળમાં ટૂંક સમયમાં પારદર્શક રીતે ભરતી કરી હોવાનુ ઉમેર્યું હતું. કલેકટર કચેરીના ધારાસભા હોલ ખાતે નવનિયુક્ત શિક્ષણ સહાયકોને સંબોધતા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે, સમાજ – દેશના વિકાસ માટે શિક્ષણ સર્વોપરી છે. સમાજમાં શિક્ષકને એક આદર્શની સાથે શ્રદ્ધા અને સન્માનના ભાવથી જાેવામાં આવે છે. ત્યારે નવી પેઢી તૈયાર કરવાની બહુ મોટી જવાબદારી તમારા શિરે છે. સાથે દરેક શિક્ષણ સહાયકો પોતાની ફરજ ખૂબ સારી રીતે નિભાવે તેવી અપેક્ષા શ્રીમતી અગ્રવાલે વ્યક્ત કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરીએ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને સમયબદ્‌ઘતા અને ગુણવત્તાને લક્ષમાં રાખવા ભારપૂર્વક જણાવ્યું હતું. ઉચ્ચ શિક્ષણ વિભાગના જાેઈન્ટ કમિશનર શ્રી નારાયણ માધુએ પણ પ્રસંગોચિત ઉદ્‌બબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ સચિવ વિનોદ રાવે ઓનલાઈન પ્રાસંગિક ઉદ્વબોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર શ્રી ડી. આર. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્ચના ચૌધરી અને નવનિયુક્ત શિક્ષણ સહાયકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.