Western Times News

Gujarati News

સાહો બાદ પ્રભાસ હવે પુજા હેગડે સાથે એક ફિલ્મ કરશે

મુંબઇ, કેટલાક નેગેટિવ રિપોર્ટ આવ્યા હોવા છતાં સાહોની કમાણી બોક્સ ઓફિસ પર રેકોર્ડ કરી રહી છે. ભારત, મંગલ મિશન અને કબીર સિહ સહિત તમામ ફિલ્મોના રેકોર્ડ તુટી ગયા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જાદુ જગાવી રહી છે. ફિલ્મમાં વધારે પડતા ટ્વિસ્ટ અને વિલન કલાકારોની ભરમાર છતાં સાહો ફિલ્મને ચાહકો ભારે પંસદ કરી રહ્યા છે. ફિલ્મે પ્રથમ બે દિવસમાં જ ૨૦૦ કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મે કબીર સિંહ, મંગલ મિશન અને ભારતની કમાણીના રેકોર્ડ તોડી દીધા છે. સાહો ૩૫૦ કરોડના ખર્ચ બનેલી સૌથી મોટી ફિલ્મ છે. ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપુરની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મમાં જેકી, ચન્કી પાન્ડેની પણ ભૂમિકા છે.

બીજા બાજુ હવે પ્રભાસ પુજા હેગડે સાથે ફિલ્મ કરવા જઇ રહ્યો છે. કેરિયરમાં મોટી સફળતા ન મળ્યા બાદ હવે આશાસ્પદ સ્ટાર પુજા હેગડને સારી અને મોટી ફિલ્મો મળી રહી છે. તેની પાસે કેટલીક મોટી ફિલ્મ છે. હવે સુપરસ્ટાર અભિનેતા પ્રભાસની સાથે તેને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અભિનેતા પ્રભાસે પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મના સંબંધમાં પ્રભાસે પોતે માહિતી આપી છે.

સોશિયલ નેટવર્કિગ સાઇટ પર પ્રભાસે જાહેરાત કરી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મના નામની જાહેરાત ટુંક સમયમાં જ કરવામાં આવનાર છે. ફિલ્મના નિર્દેશક કેકે રાધાકૃષ્ણન રહેશે. પ્રભાસે ફેસબુક એકાઉન્ટ પર આ અંગેની જાહેરાત કરી છે. પ્રભાસે કહ્યુ છે કે તે પોતાની નવી ફિલ્મની માહિતી તમામ વચ્ચે આપીને ભારે ખુશ છે. નવી ફિલ્મ પણ ત્રણ ભાષામાં બનાવવામાં આવનાર છે. પુજા હેગડેની સાથે શુટિંગ ટુંક સમયમા ંજ શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મ યુરોપની પટકથા પર આધારિત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.