Western Times News

Gujarati News

૫ મિનીટમાં હોસ્પિટલમાં દાખલ ૨૨ દર્દીઓનાં મોત થયાં

Files Photo

આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાની પારસ હોસ્પિટલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હોસ્પિટલના સંચાલકો જણાવી રહ્યા છે કે ૨૬ મી એપ્રિલના રોજ સવારે સાત વાગ્યે ઓક્સિજન બંધ કરવા માટે મોક ડ્રીલ કરવામાં આવી હતી. મોક ડ્રીલમાં ૨૨ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. ૭૪ દર્દીઓ બચી ગયા, જેમના ઓક્સિજન સિલિન્ડર તેમના સબંધીઓ પાસેથી મંગાવવામાં આવ્યા હતા. આ મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એન.સિંહનું કહેવું છે કે આ મામલે ન્યાયિક તપાસ કરવામાં આવશે.

વીડિયોમાં આ મોક ડ્રીલ દરમિયાન ૨૨ કોરોના અને નોન-કોરોના દર્દીઓના મોત અંગે પણ શંકા છે. વીડિયો સામે આવ્યા બાદ હોસ્પિટલના માલિક અરિંજય જૈન પણ તપાસમાં આવી ગયા છે. સાથે જ જિલ્લા અધિકારીનું કહેવું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ૨૨ દર્દીઓનાં મોતની વાત ખોટી છે.

વાયરલ થયેલા વીડિયોમાં, પારસ હોસ્પિટલના સંચાલકો કહી રહ્યા છે કે, ઓક્સિજનના અભાવે, મોડદીનગરથી સપ્લાય મંગાવવામાં આવી રહી હતી. આ દરમિયાન તેમણે દર્દીઓના સબંધીઓને તેમને ડિસ્ચાર્જ કરાવવા જણાવ્યું હતું, પરંતુ કોઈ તેના માટે તૈયાર નહોતું. તે પછી તેમણે એક પ્રયોગ કરવાનો ર્નિણય કર્યો. તેમણે કહ્યું કે ૨૬ મી એપ્રિલે સવારે ૭ વાગ્યે તેમણે મોક ડ્રીલ માટે ૫ મિનિટ માટે ઓક્સિજન સપ્લાય બંધ કરી દીધી હતી જે બાદ ૨૨ દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તેનું શરીર વાદળી થવા લાગ્યું. આ પછી તેમણે ર્નિણય લીધો કે ઓક્સિજન વિના આ દર્દીઓ કોઈ પણ સ્થિતિમાં ટકી શકશેનથી. ડોકટરો જણાવી રહ્યા હતા કે આઇસીયુ વોર્ડમાં દાખલ ૭૨ દર્દીઓના સબંધીઓએ પણ તેમને ઓક્સિજન મેળવવાની વાત કરી હતી.

વીડિયો સામે આવ્યા પછી આગ્રાના સીએમઓ ડો.આરસી પાંડેનું કહેવું છે કે વીડિયોની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે, તે આ મામલાની તપાસ કરવામાં આવશે. તે જ સમયે, જ્યારે ્‌ર્ંૈં એ હોસ્પિટલના માલિક અરિંજય જૈનને વીડિયો વિશે પૂછપરછ કરી, ત્યારે તેણે પણ સ્વીકાર્યું કે આ વીડિયો તેનો પોતાનો છે. તેમણે કહ્યું કે ૨૬ એપ્રિલે ૪ કોરોના દર્દીઓ અને ૨૭ એપ્રિલે ૩ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે તેમને ઓક્સિજનના અભાવથી ૨૨ દર્દીઓના મોત અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે તેના ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.