Western Times News

Gujarati News

USમાં હન્ટા વાયરસ માણસો સુધી પહોંચી ગયો : મહિલા ગંભીર

Files Photo

મિશિગન: કોરોના વાયરસ સંકટની વચ્ચે હવે અમેરિકાના મિશિગનમાં હન્ટા વાયરસના ચેપનું જાેખમ તોળાઈ રહ્યું છે. મિશિગનમાં એક મહિલાના સંભવતઃ હન્ટા વાયરસથી સંક્રમિત થઈ ગઈ છે. ચેપગ્રસ્ત મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલા ઉંદરોના સંપર્કમાં આવી હતી અને તેમાંથી વાયરસમાં મહિલામાં પ્રવેશ થયો હતો. મિશિગનના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, વાશટેનાઉ કાઉન્ટીની મહિલાને ફેફસાની સમસ્યા બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા ઘરની સફાઇ કરી રહી હતી

આ દરમિયાન તેને ઉંદરથી હન્ટા વાયરસનો ચેપ લાગ્યો હતો. જાન્યુઆરી ૨૦૧૭ સુધીમાં યુ.એસ. માં હન્ટા વાયરસના ૭૨૮ કેસ સામે આવ્યા હતા. યુએસ અધિકારીઓ ૧૯૯૩થી વાયરસ પર નજર રાખી રહ્યા છે. આ અગાઉ ચીનના યૂનાનમાં હન્ટા વાયરસને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. નિષ્ણાતોના મતે ઉંદરો અને ખિસકોલીના સંપર્કમાં આવવાને કારણે હન્ટા વાયરસ ફેલાય છે. અત્યાર સુધી કરવામાં આવેલા સંશોધન મુજબ આ વાયરસ હવામાં અને એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિ સુધી ફેલાતો નથી. પરંતુ જાે કોઈ વ્યક્તિ ઉંદર અથવા ખિસકોલીના સંપર્કમાં આવે છે, તો તેને હન્ટા વાયરસના સંક્રમણનું જાેખમ વધારે છે.

હન્ટા વાયરસને કારણે વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. તમે હન્ટા વાયરસના લક્ષણોને સરળતાથી ઓળખી શકો છો. સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ જ્યારે કોઈ વ્યક્તિ હન્ટા વાયરસથી સંક્રમિત થાય છે ત્યારે તેને ૧૦૧ ડિગ્રીથી વધુ તાવ આવે છે, તેના સ્નાયુઓ અને માથાનો દુખાવો થવા લાગે છે. આ સાથે હન્ટા વાયરસથી ચેપગ્રસ્ત વ્યક્તિને ઉબકા, ઉલટી અને પેટમાં પણ દુખાવો થાય છે. તેમજ ત્વચા પર લાલ ફોલ્લીઓ થવા લાગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.