Western Times News

Gujarati News

રાજ્યના ૭૧ લાખ પરિવારને આજથી મફતમાં અનાજ વિતરણ

કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની જાહેરાત

ગાંધીનગર,સરકારે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને આ વર્ષે પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો ર્નિણય કર્યો છે. જે અંગે નિવેદન આપતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સાંભળતા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, આવતીકાલથી રાજ્યના ૭૧ લાખ પરિવારને મફ્તમાં અનાજ વિતરણ કરવામાં આવશે. અને નવેમ્બર સુધી અનાજ આપવામાં આવશે.

વધુમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તરફથી જે અનાજની વિતરણ કરવામાં આવે છે તે ચાલુ રહેશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી પણ અનાજ વિતરણ કરવામાં આવશે. આવતીકાલથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ૭૧ લાખ જેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.

તમામ કાર્ડધારકોના નંબર અને વસ્તી સાથે આધારકાર્ડ લિંક કરવામાં આવ્યા છે. જે કાર્ડધારકો પાસે આધારકાર્ડ નથી તેમના પણ આધારકાર્ડ લિંકઅપ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેથી વધુથી વધુ લોકોને અનાજ મળી શકે. આજે રાજકોટના ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ વેક્સિનનો બીજાે ડોઝ લીધો હતો. અને લોકોને પણ રસી મુકાવવામાં માટે અપીલ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે ,૪૫ વર્ષથી ઉપરની વયના લોકોને વેક્સિન લીધી હોય અને તેમને કોરોના થયો હોય તેવા લોકોને ખૂબ જ ઓછાં લક્ષણ જાેવા મળે છે અને જલ્દીથી સાજા થઈ જાય છે. વેક્સિનની કોઈ આડ અસર પણ નથી. વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી દેવું જાેઈએ અને વેક્સિન લેવી જાેઈએ. વેક્સિન લીધી હશે તો કોરોના થવાની શક્યતા ઓછી છે અને વેક્સિન લીધી હશે તો કોરોનાને હરાવી શકીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.