Western Times News

Gujarati News

બ્રહ્મકુમારી નડીયાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) નડિયાદ, વનવિભાગના સહયોગથી જે જાેઇએ તે છોડ આપવામાં આવશે અને બહોળા પ્રમાણમાં સૌ વૃક્ષારોપણ કરે તે માટે સૌને પ્રોત્સાહિત કરાશે આપણે સૌ જાણીએ છીએ તેમ વિશ્વની બગડતા જતા પર્યાવરણની સમસ્યા માનવ દ્વારા જ સર્જીત છે .

આ સમસ્યા ધીરે ધીરે એટલી વધતી જાય છે કે , તેનાથી નિત નવા પ્રકોપોનો માનવજાતે સામનો કરવો પડે છે . તેનું એક જ સમાધાન છે . પર્યાવરણનું જતન અને સંવર્ધન . હવે જ્યારે ચોમાસુ આવી રહ્યું છે ત્યારે આપણા સૌએ બને તેટલા વૃક્ષો વાવવાનો તથા તેનો ઉછેર કરવાનો પ્રયત્ન કરવો જાેઇએ . બ્રહ્મકુમારી સંસ્થાના ગ્રામ વિકાસ પ્રભાગ દ્રારા સમસ્ત ભારતમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે . જેનો માટેનો સંકલ્પ સંસ્થાના સેવા કેન્દ્રો પર વિશ્વ પર્યાવરણ દિવસના રોજ લેવામાં આવ્યો હતો .

નડીઆદ ખાતે પ્રભુ શરણમ સંકુલમાં સંસ્થાના સબઝોન સંચાલીકા બી . કે . પુર્ણીમાબેન તથા સાથી બહેનો દ્રારા વૃક્ષારોપણના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી . સંસ્થાના અનેક ભાઇ બહેનો તથા જેઓને રસ હોય તેવા તમામ નાગરિકોને સંસ્થા તથા વનવિભાગના સહયોગથી જે લીસ્ટમાંથી ) જાેઇએ તે છોડ આપવામાં આવશે

અને બહોળા પ્રમાણમાં સૌ વૃક્ષારોપણ કરે તે માટે સૌને પ્રોત્સાહિત કરાશે . આ માટે મિત્ર સંબંધીઓ સૌને આહવાન કરવામાં આવી રહ્યું છે . ખાસ કરીને જ્યારે આપણે સૌ એ કોરોના કાળમાં કોઇને કોઇ સંબંધી અને પ્રિયજનને ગુમાવ્યા છે ત્યારે તેઓની યાદમાં વિશેષ વૃક્ષારોપણ કરવું જાેઇએ . આ માટે સંસ્થા તરફથી જાેઇતા છોડની નોંધણી કરાવવા એક ગુગલ ફોર્મ બનાવવામાં આવ્યુ છે . તેની લીંક મેળવવા માટે વોટ્‌સએપ નંબર ૯૪૦૯૩ ૧૫૯૦૦ પર મેસેજ કરવાનો રહેશે .

જેથી આપને આ ગુગલ ફોર્મ મોકલવામાં આવશે . ફોર્મ ભર્યા બાદ રોપા વિતરણની તારીખ આપને જણાવવામાં આવશે તે દિવસે આપે પસંદ કરેલ છોડ પ્રભુ શરણમ , નડીયાદ ખાતેથી મળશે . ટુંક સમયમાં જ મોટા પાયા પર એક સાથે વૃક્ષારોપણ થાય તેની તારીખ પણ જણાવવામાં આવશે . સદર કાર્યક્રમ વન વિભાગના સહયોગથી યોજાશે તો સૌને ઉમંગ ઉત્સાહથી જાેડાવા બી.કે પુર્ણીમાબહેન દ્રારા આહવાન કરવામાં આવ્યું છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.