Western Times News

Gujarati News

ગીતા કપૂર અને પારિતોષ ત્રિપાઠીએ સાથે ટ્રાવેલિંગ કર્યું

મુંબઈ: ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર ૪ની જજ ગીતા કપૂર અને હોસ્ટ પારિતોષ ત્રિપાઠી ભાઈ-બહેન જેવું બોન્ડિંગ શેર કરે છે. તેઓ માત્ર ઓન-સ્ક્રીન જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ તેમને સારું બને છે. હાલમાં જ બંનેએ સાથે ટ્રાવેલિંગ કર્યું હતું. ત્યારે બંને વચ્ચે કેવા પ્રકારની વાતચીત થાય છે તેની ઝલક ગીતા કપૂરે સોશિયલ મીડિયા પર દેખાડી છે. આ સાથે તેણે શેર કર્યું છે કે, મોટાભાગે પારિતોષ જ ફોન પર લાંબી વાત કરે છે અને તે તેને નોન-સ્ટોપ બોલતા સાંભળે છે.

ગીતાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારા ભાઈ સાથે ટ્રાવેલ ટાઈમ અને મારી મુસાફરી હંમેશા અદ્દભુત હોય છે. જ્યાં હું સાંભળુ છું અને તે બોલે છે. કોરિયોગ્રાફરે શેર કરેલા વીડિયોમાં બંને પહેલા થોડી વાતચીત કર્યા બાદ જીવનસાથી પાસેથી શું અપેક્ષા છે તે વિશે એકબીજાને પૂછતાં જાેવા મળી રહ્યા છે. જ્યારે ગીતા કપૂર પારિતોષને તેની ગર્લફ્રેન્ડમાં કઈ ક્વોલિટી હોવી જાેઈએ તેમ પૂછે છે ત્યારે તે કહે છે કે, કોઈ એવી છોકરી જે જ્યૂસ પીતી હોય. જ્યારે ગીતા આ પાછળનું કારણ પૂછે છે તો જવાબ મળે છે કે, કારણ કે લોહી તો મચ્છર પણ પીવે છે.

બાદમાં પારિતોષ, ગીતાને તેના બોયફ્રેન્ડમાં કેવી ક્વોલિટી જાેઈએ છે તેમ પૂછે છે. જ્યારે તે કહે છે કે, મારે પણ જ્યૂસ પીતો હોય તેવો બોયફ્રેન્ડ જાેઈએ છે, કારણ કે બાકીના બધા તો પ્રોટીન શેક પી રહ્યા છે ને. ગીતા કપૂરના જવાબ પરથી, શેપમાં રહેવા પ્રોટીન શેક પીતા લોકો પર તે કટાક્ષ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. વીડિયોમાં, પારિતોષ ફોન પર વાતચીત કરતાં

જ્યારે ફોનમાં સીનેમનને અંગ્રેજીમાં શું કહેવાય તેમ પૂછે છે તો ગીતા જવાબમાં ‘દાલચીની’ કહે છે. હાલમાં ગીતા કપૂર ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેની કપાળમાં સિંદૂર લગાવેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ તસવીરો જાેઈને ફેન્સ ‘ગીતા કપૂરે લગ્ન કરી લીધા?’ તેવા સવાલ પૂછવા લાગ્યા હતા. જાે કે, બાદમાં ફોડ પાડતાં ગીતા કપૂરે જણાવ્યું હતું કે, ‘તસવીરો ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ૪ના એપિસોડની હતી. એપિસોડ બોલિવુડની એવરગ્રીન હીરોઈનો વિશે હતો

અમે તેમની જેમ તૈયાર થયા હતા. દુનિયા જાણે છે કે, મને રેખાજી કેટલા ગમે છે, મેં તેમની જેમ તૈયાર થવાનું નક્કી કર્યું હતું. તેઓ સિંદૂર લગાવતા હોવાથી મેં પણ લગાવ્યું હતું. ભૂતકાળમાં પણ મેં સિંદૂર લગાવ્યું હતું. હું ભગવાન શિવની ભક્ત હોવાથી, પૂજા બાદ દર સોમવારે લગાવું છે. હોળી જેવા અન્ય તહેવારોમાં પણ સિંદૂર લગાવું છું. સિંદૂર લગાવવું તે એવી બાબત છે, જે મેં ભૂતકાળમાં ઘણી બધી વખત કરી છે’.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.