Western Times News

Gujarati News

ભારત- બાંગ્લાદેશ બોર્ડર પરથી ઝડપાયો ચીની જાસૂસ, ૨ વર્ષમાં ૧૩૦૦ ભારતીય સિમ ચીન લઈ ગયો

નવીદિલ્હી: ભારત બાંગ્લાદેશ બોર્ડર પરથી ચીની જાસુસ ઝડપાયો છે ચીની જાસૂસ ગત ૨ વર્ષમાં ૧૩૦૦ ભારતીય સિમ કાર્ડ સ્મગલિંગ કરી ચીન લઈ જઈ ચૂક્યો છે.બાંગ્લાદેશ બોર્ડરથી ભારતમાં ઘૂસણખોરી કરી દાખલ થનારા ચીની જાસૂસની ૩૬ કલાક પૂછપરછ બાદ બીએસએફએ તેને પશ્ચિમ બંગાળ પોલીસને સોંપ્યો છે. હવે આગળની કાર્યવાહી બંગાળ પોલીસ કરશે.

ચીની જાસૂસ હાન જુનવેની આખરી પુછપરછમાં ખુલાસો થયો કે ગત ૨ વર્ષમાં ૧૩૦૦ ભારતીય સિમ કાર્ડ સ્મગલિંગ કરી ચીન લઈ જઈ ચૂક્યો છે. બીએસએફ અને ગુપ્તચર એજન્સીઓની પૂછપરછમનાં જુનવે આ એ વાતનો ખુલાસો કર્યો કે આ સિમ કાર્ડથી ભારતમાં મહત્વના અકાઉન્ટને હેક કરવા અને તેમાંતી ફાઈનાન્સિયલ ફ્રોડમાં ઉપયોગ કરવામાં આવે છે.

લોકોના અકાઉન્ટ્‌સમાંથી મની ટ્રાન્જેક્શનથી પૈસા ઉઠાવી લેતા હતા. બીએસએફના જણાવ્યાનુસાર જૂનવેએ ગત વર્ષ ૨૦૧૯માં ગુરુગ્રામમાં પોતાના એક બિઝનેસ પાર્ટનર, સૂન જિયાંગની સાથે સ્ટાર- સ્પ્રિંગ નામની એક મોટી હોટલ ખોલી હતી. પરંતુ આ બન્ને હોટલની આડમાં જાસૂસી કરતા હતા. નકલી દસ્તાવેજાેના આધાર પર બન્ને ભારતીય સિમ ખરીદતા હતા. એ બાદ અંડરગારમેન્ટ્‌સમાં આ સિમ કાર્ડને છુપાવીને ચીન લઈ જતા હતા. ચીનમાં આ સિમ કાર્ડ્‌સનો ઉપયોગ અકાઉન્ટ હેક કરવામાં આવતો હતો. જાે કે બીએસએફે એ વાતનો ખુલાસો નથી કર્યો કે આખરે હેકિંગની પાછળ કોણ છે અને તેનો શું ઈરાદો છે.

બીએસએફના જણાવ્યાનુંસાર થોડા સમય પહેલા સુન જિયાંગને યુપી પોલીસની એન્ટિ ટેરેરિસ્ટ  રડ(એટીએસ)એ નકલી સિમ કાર્ડ ખરીદીના આરોપમાં ઝડપ્યો હતો. જાે કે આ પહેલા ગેર કાયદેયર રીતે બાંગ્લાદેશ બોર્ડરના માધ્યમથી ભારતમાં દાખલ થયેલા બીએસએફે હાનને માલદા જિલ્લાના સુલ્તાનપુર બીઓપી નજીક ઝડપી પાડ્યો હતો.

હાને પુછપરછમાં જણાવ્યું કે પહેલી વાર તે ૨૦૧૦માં હૈદરાબાદ આવ્યો હતો. ૪ વાર તો તે બિઝનેસ વિઝા લઈને ભારત આવ્યો હતો. હાલનો પાસપોર્ટ ચીનના હુબેઈ પ્રાંતમાં એટલે કે જાન્યુઆરી ૨૦૨૧માં ઈશ્યૂ થયો. તેના પાસપોર્ટ પર બાંગ્લાદેશના વીઝા છે. તે ૨ જૂને બાંગ્લાદેશ પહોંચ્યો ત્યાં અલગ અલગ જગ્યાએ રોકાયે અને ૧૦ જૂન સવારે ભારત- બાંગ્લાદેશ સિમા પર નદી કિનારાથી પશ્ચિમ બંગાળના માલદા વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફના જવાનોએ તેને પકડી પાડ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.