Western Times News

Gujarati News

માત્ર સવાલ પૂછ્યો એમાં તો અંધ અને ગંધભક્તો ડરી ગયા: ભાજપ સાંસદ

નવીદિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક પોસ્ટ કરીને ટ્રોલ થયા છે. સ્વામીએ પીએમ દ્વારા જી-૭ શિખર સંમેલનમાં આપવામાં આવેલા ભાષણને લઈને એક સવાલ પુછ્યો. જ્યાર બાદ તેમને સોશિયલ મીડિયા પર મોદી સમર્થકો દ્વારા ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

મોદી સમર્થકો દ્વારા ટ્રોલ કરવા પર સ્વામીએ લખ્યું કે તેમણે તો ફક્ત સવાલ કર્યો હતો પરંતુ આ બધા અંધ અને ગંધભક્ત ડરી ગયા. ભાજપ સાંસદે લખ્યું, “મે ટ્‌વીટર પર એક સાધારણ સવાલ કર્યો હતો કે શું મોદીએ જી-૭માં પોતાનુ ભાષણ આપ્યું અને શું કોઈ પાસે તેનું લખાણ છે જેને હું વાંચવા માંગુ છું. મને લાગે છે કે ભારત ઉપરાંત અન્ય આમંત્રિત લોકો ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રીકા અને દક્ષિણ કોરિયા હતા. તેમણે પણ વાત કરી હતી.” તેમાં અંધભક્ત અને ગાંધીભક્ત એટલા ગભરાઈ કેમ ગયા?

તેમના આ ટ્‌વીટ પર અમુક યુઝર્સે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું કે, “આ બધુ છોડી દો સર સુશાંતને જસ્ટિસ અપાલો. આજે તેમના મૃત્યુને એક વર્ષ થઈ ગયું છે.” શુભમ ત્યાગી નામના એક યુઝરે લખ્યું, “સ્વામીજી રાજનૈતિક શબ્દોનો ઉલટ ફેર ઠીક નથી. પરંતુ ભક્ત શબ્દને રાજનૈતિક રંગ આપવો અત્યંત હલકી રાજનીતિ છે. તમારી પાસેથી આ આશા ન હતી. યાદ રાખો જ્યારે રાજનીતિ ધર્મનીતિનું અપમાન કરે છે તો રાજનીતિનો જ અંત આવે છે.”

જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તાનાશાહી, આતંકવાદ, હિંસક ઉગ્રવાદ, ખોટી સુચનાઓ અને આર્થિક જાેર-જબરદસ્તીથી ઉત્પન્ન વિવિધ ખતરાઓથી શેર મૂલ્યોની રક્ષા કરવામાં ભારત જી-૭નો એક સ્વાભાવિક ભાગીદાર છે. વિદેશમંત્રાલયના જણાવ્યા અનુસાર, જી-૭ શિખર સંમેલનના ‘મુક્ત સમાજ અને મુક્ત અર્થવ્યવસ્થાઓ’ સત્રમાં મોદીએ પોતાના ડિજિટલ સંબોધનમાં લોકતંત્ર, વૈચારિક સ્વતંત્રતા અને સ્વાધીનતાના પ્રતિ ભારતની સભ્યતાગત પ્રતિબદ્ધતાને રેખાંકિત કર્યુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.