Western Times News

Gujarati News

ચીન અને પાકિસ્તાન સતત તેમના પરમાણુ શસ્ત્રોના સ્ટોકમાં વધારો કરી રહ્યા છે

નવીદિલ્હી: ચીન અને પાકિસ્તાન સતત તેમના પરમાણુ શસ્ત્રોના સ્ટોકમાં વધારો કરી રહ્યા છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એસઆઇપીઆરઆઈ) ના અહેવાલ મુજબ, આ વર્ષે જાન્યુઆરી સુધી ચીન પાસે ૩૫૦ પરમાણુ શસ્ત્રો છે, પાકિસ્તાન પાસે ૧૬૫ અને ભારત પાસે ૧૫૬ અણુ શસ્ત્રો છે. એસઆઈપીઆરઆઈના અંદાજ મુજબ, રશિયા અને યુએસ પાસે ૧૩,૦૮૦ વૈશ્વિક અણુશસ્ત્રોના ૯૦ ટકાથી વધુ છે.

ચીન અને પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોથી ભારત ચિંતા કરવાની જરૂર નથી . ભારતીય અધિકારીઓના મતે, તેની ડિલિવરી સિસ્ટમ પરમાણુ શસ્ત્રોની સંખ્યા કરતા વધારે મહત્વની છે.તે કહે છે કે ભારત પાસે અગ્નિ-વી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો ૫,૦૦૦,કિ.મી.ની રેન્જ વાળી છે, જે ચીન અને પાકિસ્તાનને સંપૂર્ણ રીતે આવરી લેશે.

ચીન, પાકિસ્તાન અને ભારત તેમના પરમાણુ શસ્ત્રાગારનું વિસ્તરણ કરી રહ્યા છે, એમ એસઆઇપીઆરઆઈના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે. ગયા વર્ષે જાન્યુઆરી સુધી ચીન પાસે ૩૨૦ પરમાણુ શસ્ત્રો હતા, પાકિસ્તાન પાસે ૧૬૦ અને ભારત પાસે ૧૫૦ પરમાણુ શસ્ત્રો હતા. વિશ્વના નવ દેશો, અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાંસ, ચીન, ભારત, પાકિસ્તાન, ઇઝરાઇલ અને ઉત્તર કોરિયા પાસે પરમાણુ શસ્ત્રો છે. અધ્યયન કહે છે કે, ચીન તેના પરમાણુ શસ્ત્રોની સૂચિમાં વિસ્તરણ કરવાનું ચાલુ રાખે છે, જ્યારે ભારત અને પાકિસ્તાન પણ તેમના પરમાણુ શસ્ત્રાગારમાં વધારો કરી રહ્યા છે.

૫ મે, ૨૦૨૦ ના રોજ પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનની સૈન્ય વચ્ચે લશ્કરી સંઘર્ષ થતાં એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે. આ દરમિયાન, ૪૫ વર્ષમાં પહેલીવાર, બંને તરફથી જાનહાની જાેવા મળી. પેંગોંગ તળાવ ક્ષેત્રમાં શાંતિ જાળવવા ભારત અને ચીને મર્યાદિત પ્રગતિ કરી છે, જ્યારે અન્ય મુદ્દાઓ પર સ્ટેન્ડઓફ બાકી છે. તે જ સમયે, ભારત અને પાકિસ્તાને આ વર્ષે ૨૫ ફેબ્રુઆરીએ તેમના લશ્કરી કામગીરીના ડિરેક્ટર જનરલો વચ્ચેની વાતચીત થયા બાદ નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામની ઘોષણા કરીને એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું.

એસઆઇપીઆરઆઈ વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વના કુલ ૧૩,૦૮૦ વૈશ્વિક પરમાણુ હથિયારોમાંથી, લગભગ ૨ હજારને ઉચ્ચ ઓપરેશનલ ચેતવણીની સ્થિતિમાં મૂકવામાં આવ્યા છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સાઉદી અરેબિયા, ભારત, ઇજિપ્ત, ઓસ્ટ્રેલિયા અને ચીન વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૦ દરમિયાન વિશ્વના પાંચ મોટા હથિયારોના આયાતકાર હતા. આ સમયગાળા દરમિયાન સાઉદી અરેબિયાનો હિસ્સો ૧૧ ટકા અને ભારત મોટા હથિયારોની વૈશ્વિક આયાતમાં ૯.૫ ટકા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.