Western Times News

Gujarati News

બાપુનગરમાં મૃત્યુ પામેલા લોકોનાં નામે વીમો ઉતારવાનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ, બાપુનગરમાં મૃત્યુ પામેલા વ્યકિતઓ નામે વીમો ઉતારવાના કૌભાંડનો પ્રર્દાફાશ થયો છે.. ખાનગી કપંનીના કર્મચારી સહિત ત્રણ વ્યકિત વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર, ચાર વર્ષ પહેલા મૃત્યુ પામેલા યુવકનો વીમો ઉતારીને કલેઈમ મેળવવા જતા આ આખું કૌભાંડ બહાર આવ્યું છે.

બાપુનગરમાં જલારામ સોસાયટીમા રહેતા મનુભાઈ પરમારનુ ૨૦૧૨ના રોજ નદીમા નાહવા જતા ડુબી જતા મૃત્યુ થયુ હતું. પૈસા કમાવવાની લાલચમા મૃતકના ભાઈ જગદીશ પરમારે ખાનગી લાઈફ ઈન્સુરન્સ કંપનીમાંથી ૨૦૧૫મા વીમો ઉતરાવ્યો હતો. એક મહિના બાદ વીમા ધારકનુ મૃત્યુ થયુ હોવાનું કહીને વારસદાર જગદીશે કપંની પાસે વીમાના કલેઈમને લઈને રજૂઆત કરી હતી. કપંનીએ ક્લેઇમ વખતે મૃતકના દસ્તાવેજો જોતા જ આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો

ખાનગી લાઈફ ઈન્સ્યુરન્સ કપંનીના રેકોર્ડ મુજબ ૫ મે ૨૦૧૫ના રોજ મનુભાઈ પરમારે વીમો ઉતરાવ્યો હતો અને ૧૨,૮૦૦નુ પ્રિમિયમ ભરીને વારસદારમા તેમનો ભાઈ જગદીશ પરમારનો ઉલ્લેખ કર્યો હતો. તેમના અકસ્માતના મોતથી વારસદારને અઢી લાખ રૂપિયા મળતા હોવાથી આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું એસીપી એન.એલ.દેસાઈએ જણાવ્યું છે.
આ કૌભાંડમા મૃતકના ભાઈ જગદીશ પરમારની સાથે વીમા કપંનીના બે કર્મચારી- મેનેજર જયેશ મકવાણા અને ઓથોરાઈઝડ સિગ્નેટરી જયેશ સુખડીયાનું નામ ખુલ્યું છે.

આ બન્ને કર્મચારીએ મૃતક મનુને જીવીત બતાવીને તેના ખોટા દસ્તાવેજો ઊભા કરીને વીમો આપ્યો હતો. મૃતક વ્યકિના નામે વીમો ઉતરાવીને વીમા કપંની પાસેથી લાખો રૂપિયા પડાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પણ આ કૌભાંડ આચરનાર આરોપીઓ હજુ ફરાર છે. વીમા કપંનીના કર્મચારીઓ જ કૌભાંડના માસ્ટર માઈન્ડ હોવાનુ ખુલ્યુ છે. ત્યારે તેમની ધરપકડ બાદ કેટલા મૃતક વ્યકિતને જીવીત વીમો ઉતાર્યો અને કેટલા રૂપિયાનુ કૌભાંડ આચર્યુ તેનો ભેદ ઉકેલાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.