Western Times News

Gujarati News

પેનાસોનિકની બ્રાન્ડ સાન્યોએ એન્ડ્રોઇડ ટીવીથી સજ્જ નવી કૈઝેન ટીવી સિરીઝ લોન્ચ કરી

  • આ સંપૂર્ણ રેન્જમાં 32થી 65 સુધીની સ્ક્રીન સાઇઝનો સમાવેશ થાય છે
  • અદ્યતન એન્ડ્રોઇડ પાઇ 9.0 રન કરે છે, જે વોઇસ સર્ચ માટે ગૂગલ આસિસ્ટન્ટ અને ઇન-બિલ્ટ ક્રોમકાસ્ટ ક્ષમતાઓ ધરાવે છે.
  • નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ એપ્સ માટે સત્તાવાર ટેકો ધરાવે છે
  • ચડીયાતા બોક્સ સ્પીકર્સ સાથે ડિજીટલ સિગ્નલ પ્રોસેસિંગ અને અતુલનીય સાઉન્ડ ગુણવત્તા માટે ડોલ્બી ડિજીટલ ધરાવે છે
  • નવીન જાપાનીઝ ટીવી ડિઝાઇનમાં અદ્યતન –IPS સુપરબ્રાઇટ ડીસ્પ્લે સાથે ફુલ વ્યૂ બેઝેલ લેસ સ્ક્રીન

 સપ્ટેમ્બર, 2019: ટેલિવીઝન જોવાના અજોડ ધોરણોની જાહેરાત કરતા સાન્યોએ આજે કૈઝેન સિરીઝને તેની ગૂગલ દ્વારા પ્રમાણિત નવી એન્ડ્રોઇડ ટીવીની નવી રેન્જ બજારમાં મુકી છે, જે એડવાન્સ્ડ જાપાનીઝ ટેકનોલોજી સાથે આવે છે. એન્ડ્રોઇડ પાઇ 9.0થી સજ્જ, નવી સિરીઝ ચડીયાતો ટીવી જોવાનો અનુભવ પૂરો પાડવાની સાથે ગૂગલના યૂઝર ફ્રેંન્ડલી અને ડાયનેમિક ઇન્ટરફેસ સાથે આવે છે. 32 ઇંચ એચડીઆર ટીવીની કિંમત રૂ. 12,999 છે અને 43 ઇંચ 4K ટીવીની કિંમત રૂ. 28,999 છે. તે ગ્રાહકોને Amazon.in પર ઉપલબ્ધ રહેશે.

આ લોન્ચ પ્રસંગે સંબોધન કરતા સાન્યો, પેનાસોનિક ઇન્ડિયાના બિઝનેસ ચિફ શ્રી પંકજ રાણાએ જણાવ્યું હતું કે, “ટેકનોલોજીમાં દરેક જણા ઍક્સેસ મેળવી શકે તેવા હેતુથી અમે સાન્યોમાં કૈઝેન સિરીઝને લોન્ચ કરતા ખુશી અનુભવીએ છીએ જે ચડીયાતી ફંકશનાલિટી અને અસંખ્ય કન્ટેન્ટ તકો યૂઝર્સને આપે છે. અદ્યતન એન્ડ્રોઇડ ટેકનોલોજીથી સજ્જ તેમાં ઇનબિલ્ટ ક્રોમકાસ્ટ ફીચર અને વોઇસ સર્ચ માટે ગૂગલ આસિસ્ટન્ટનો સમાવેશ થાય છે, આ નવી રેન્જને ઉદ્દેશ જે રીતે લોકો કન્ટેન્ટ જુએ છે અને તેમના ટીવી સેટ્સ સાથે ઇન્ટરેક્ટ કરે છે તેમાં પરિવર્તન લાવવાનો છે.

સાન્યોની એન્ડ્રોઇડ ટીવીની ડિઝાઇન યૂઝર્સને પ્રિમીયમ સિનેમેટિક ટીવી જોવાનો અનુભવ પૂરો પાડી શકાય તે રીતે કરવામાં આવી છે. અસંખ્ય ફરજિયાત ફીચર્સ સાથે, નવી રેન્જ IPS સુપરબ્રાઇટ લઇડી ડીસ્પ્લે અને ક્રાંતિકારી બેઝેલ-લેસ ડિઝાઇન તેમજ ફલેમ રિટાર્ડન્ટ VO સામગ્રી સાથે આવે છે. આ મોડેલ્સ અદ્યતન એન્ડ્રોઇડ પાઇ 9.0 સોફ્ટવેરથી સજ્જ છે અને કન્ટેન્ટ કાસ્ટીંગ માટે બિલ્ટ ઇન ક્રોમોકાસ્ટનો સમાવેશ થાય છે જેથી દર્શકો અંતરાયમુક્ત તેમના લોકપ્રિય મુવી, શો અને ફોટો સીધા તેમના મોબાઇલમાંથી જ સાન્યો એન્ડ્રોઇડ ટીવીમાં જોઇ શકે છે. કૈઝેન સિરીઝની વોઇસ સર્ચની ક્ષમતાઓ સાથે ગ્રાહકો તેમના ટીવીને તાજેતરના બ્લોકબસ્ટર્સ જોવા માટે કહી શકે છે, સ્કોર તપાસી શકે છે અથવા લાઇટ ઓછી કરવા માટે પણ કહી શકે છે. 4K રેન્જમાં 43” અને એચડીઆર રેન્જમાં 32” આ તહેવારની સિઝનમાં હીરો મોડેલ પૂરવાર થશે.

એમેઝોન ઇન્ડિયાના ટેલિવીઝનના કેટેગરી લિડર ગરિમા ગુપ્તાએ જણાવ્યું હતું કે અમે પેનાસોનિક ઇન્ડિયા સાથે ભાગીદારી કરતા અને સાન્યોના નવા કૈઝેન સિરીઝને Amazon.in પર લોન્ચ કરતા ખુશી અનુભવીએ છીએ. આ ભાગીદારી દ્વારા અમે ગ્રાહકોને વિશાળ પસંદગી, સુંદર મૂલ્ય, ઝડપી અનેવિશ્વસનીય ડિલીવરી સાથે સરળ એક્સચેંજ અને ઇન્સ્ટોલેશન્સ પૂરુ પાડવાની સાથે ટેલિવીઝન કેટેગરીમાં મજબૂત પોર્ટફોલિયો ઊભો કરવાનું સતત રાખીએ છીએ.

આ સરળ છતા નવીન ડિઝાઇ અને સુંદર ફંકશનાલિટી ઓફરિંગ, સાથે ટીવી દર્શકોને એમેઝોન પ્રાઇમ વીડિયો અને નેટફ્લિક્સ જેવી સપોર્ટીંગ એપ્સ સાથે બિનહરીફ યૂઝર અનુભવ પૂરો પાડે છે. કન્ટેન્ટમાં ઍક્સેસ આપવા માટે સાન્યોએ ટીવીના રિમોટમાં એક સમર્પિત નેટફ્લિક્સ બટન ઉમેર્યું છે. તે સિવાય રિમોટ ગૂગલ આસિસ્ટન્ટ બટન પણ ધરાવે છે જે સંપૂર્ણ હેન્ડઝ ફ્રી એઆઇ વોઇસ ઇન્ટરેક્શન પૂરું પાડે છે અને યૂઝર્સને વોઇસ કમાન્ડ દ્વારા કંટ્રોલ કરવાની મંજૂરી આપે છે. ફીચર્સમાં ઉમેરો કરતા નવી સિરીઝ ચડીયાચા 20W બોક્સ સ્પીકર્સ સાથે ડિજીટલ સિગ્નલ પ્રોસેસિંગ અને ડોલ્બી ડિજીટલ ધરાવે છે, જે તમારા લિવીંગ રૂમમાં શ્રેષ્ઠ એકોસ્ટિક્સ પૂરા પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.