Western Times News

Gujarati News

વડોદરામાં હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું, હોટલ મેનેજર સહિત ૩ ની ધરપકડ

Files Photo

વડોદરા: સંસ્કારી નગરી તરીકે જાણિતા વડોદરામાંથી અવાર નવાર દેહવેપારના ધંધા ચાલતા હોવાનો પર્દાફાશ થાય છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલી ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં મંગળવારે મોડી રાત્રે ર્જીંય્ની ટીમે દરોડો પાડીને હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં ૨ યુવતી સહિત ૫લોકોની અટકાયત કરીને એસઓજીની ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ ન્યૂ રીલેક્સ ઇન હોટલ હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. એસકોર્ટ સર્વિસની સ્કોકા નામની સાઇટ બનાવે તે ગ્રાહકોને આકર્ષિત કરતા હતા. આ ઉપરાંત અલગ-અલગ યુવતિઓના ફોટા બતાવીને ગ્રાહકોને બોલાવવામાં આવતા હતા. મહારાષ્ટ્રની યુવતીઓને બોલાવી આંતરરાજ્ય હાઈપ્રોફાઇલ સેક્ટ રેકેટ ચલાવવામાં આવતું હતું.

રેડ દરમિયાન પોલીસને હોટલમાંથી ૨ યુવતી મળી આવી હતી. એસઓજીની ટીમે બંને યુવતીની સઘન પૂછપરછ શરૂ કરી હતી, જેમાં સેકેસરેકેટ ચલાવનાર માસ્ટર માઇન્ડ મહારાષ્ટ્રથી યુવતીઓ બોલાવતો હતો અને વડોદરાની ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં રાખીને સેક્સ રેકેટ ચલાવતો હતો.

એસઓજી પોલીસે રેડ પાડી સેક્સ રેકેટનો પર્દાફાશ કરતાં સયાજીગંજ પોલીસ ઉઘતી ઝડપાઇ હતી. રેડ દરમિયાન એસઓજી પોલીસે હોટલના મેનેજર સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક વ્યક્તિ ફરાર થઇ ગયો હતો. રેડ દરમિયાન ૩૯,૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ર્જીંય્ની ટીમે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાંથી નામચીન બૂટલેગરોનો ૩.૩૩ લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ર્જીંય્ની રેડ દરમિયાન સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઊંઘતો ઝડપાયો હતો અને બૂટલેગર સાથે પોલીસની સાઠગાંઠ ખુલ્લી પડતાં સમગ્ર ડી-સ્ટાફની ટીમનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.