Western Times News

Gujarati News

દરિયાપુરમાં અસ્થિર  મગજની મહિલાને માર મારવાની ઘટનામાં ચારની સામે ગુનો દાખલ

 

સોશિયલ મીડિયામાં છેલ્લા બે દિવસથી વાયરલ થયેલા વીડિયોના આધારે શરૂ કરેલી તપાસઃ મહિલા બાળકોની ઉઠાંતરી કરતી હોવાના આક્ષેપથી માર માર્યો હતો

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગંભીર ઘટનાઓ ઘટી રહી છે ત્યારે આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસતંત્ર સતર્ક બનેલુ છે સોશિયલ મીડિયા દ્વારા જાગૃતિ આવી રહી છે અને સોશિયલ મીડિયા પર અનેક ગુનાખોરી આચરતા વીડિયો વાયલર થતાં પોલીસ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તેના આધારે કાર્યવાહી કરવામાં આવતી હોય છે તાજેતરમાં જ સુરતમાં ગણપતિ મહોત્સવમાં દારૂ પીને યુવાનો ડાન્સ કરતા જાવા મળ્યા હતા અને આ વીડિયો વાયરલ થતાં જ તાત્કાલિક પોલીસ સતર્ક બની હતી અને તમામની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર અમદાવાદના દરિયાપુરમાં એક મહિલાને જાહેર રોડ પર ઢોરમાર મારતો વીડિયો વાયરલ થયો હતો.

આ અંગેની વીગત એવી છે કે સોશિયલ મીડિયાના કારણે જનજાગૃતિ આવી ગઈ છે જાકે કેટલાક તત્વો સોશિયલ મીડિયાનો ગેરલાભ પણ ઉઠાવી રહયા છે અને કેટલાક યુવકો સોશિયલ મીડિયા થકી અનેક ગંભીર ઘટનાઓને પ્રજા સમક્ષ મુકી રહયા છે આવા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી એક મહિલાને ઢોરમાર મારતો વીડિયો વાયરલ થયો હતો જાહેર રોડ પર જ અસ્થિર મગજની આ મહિલા બાળકોની ઉઠાંતરી કરતી હોવાનો આક્ષેપ મુકી ટોળાએ તેને ઢોરમાર માર્યો હતો

આ ઘટના સમયે ટોળામાં હાજર કોઈ નાગરિકે આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના ફોનમાં ઉતારી લીધો હતો અને તરત જ તેને વાયરલ કર્યો હતો. સોશિયલ મીડિયા પર છેલ્લા બે દિવસથી આ વીડિયો ખૂબ જ જાવા મળ્યો હતો અને મહિલા પ્રત્યે સહાનુભૂતિ વ્યકત કરવામાં આવી રહી હતી

વીડિયોમાં એક ટોળુ આ મહિલાને માર મારતુ નજરે પડે છે અને તેમાં કેટલીક મહિલાઓ પણ સામેલ છે આ મહિલા અસ્થીર મગજની છે અને તે ટોળાને નહી મારવા માટે આજીજી કરતી જાવા મળે છે પરંતુ નિર્દય ટોળુ તેને બેરહેમીપૂર્વક મારી રહયુ છે આ વીડિયો વાયરલ થતાં જ પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી અને આ ઘટના દરિયાપુર વિસ્તારની હોવાનું બહાર આવ્યું હતું

મહિલાને માર મારતો વીડિયો વાયરલ થતાં સતર્ક બનેલા પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરી ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક માનસિક દર્દીઓની હોસ્પિટલમાં  દાખલ કરાવી હતી અને બીજીબાજુ વીડિયોમાં હુમલો કરતા જાવા મળતા ટોળાના માણસોને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ગઈકાલે મહિલાને માર મારતા ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.