Western Times News

Gujarati News

ચાંદલોડિયા બ્રીજ નીચે મોડી રાત્રે ખાનગી ગોળીબાર

પ્રેમમાં પાગલ યુવકે યુવતિના પિતા ઉપર ગોળીબાર કર્યોઃ પિતાને ગંભીર હાલતમાં  હોસ્પિટલમાં  ખસેડાયા

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિÂસ્થતિ વચ્ચે અનેક ગંભીર ગુનાઓ બની રહયા છે આરોપીઓને પોલીસનો ડર ન હોય તે રીતે ગુનાખોરી આચરી પલાયન થઈ જાય છે શહેરમાં ચોરી લુંટફાટની ઘટના વચ્ચે ગઈકાલે રાત્રે ચાંદલોડિયા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી હતી જેમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતિના પિતા ઉપર ગોળીબાર કરી ગંભીર ઈજા પહોચાડતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી પરંતુ વહેલી સવાર સુધી તેઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો આ ઘટનાથી યુવતિના પરિવારજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

યુવતિના પરિવારજનો આરોપી યુવક સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડતાં હતાં. સોલા પોલીસે ઈજાગ્રસ્ત યુવતિના પિતાને પ્રથમ સોલા સિવિલ લઈ ગયા હતા પરંતુ ત્યાં તેમની ગંભીર ઈજાઓને જાતા તાત્કાલિક અસારવા સિવિલ હોસ્પિટલમાં   ખસેડયા છે જયાં તેઓની હાલ સારવાર ચાલુ છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ચોરી, લુંટફાટ કરતી પરપ્રાંતિય ટોળકીઓનો આંતક વધી રહયો છે અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્પથિતિના  પગલે પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠવા લાગ્યા છે છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં એક પછી એક ગંભીર ઘટનાઓ ઘટી રહી છે જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચિંતિત બનેલા છે.

શહેરમાં દારૂ જુગારની બદીને ડામી દેવા માટે વ્યાપકપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ ગુનાખોરી આચરતા આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળતી નથી.  આ  પરિસ્થિતિ  વચ્ચે અમદાવાદ શહેરમાં ગઈકાલે મોડી રાત્રે ચાંદલોડિયા બ્રીજ નીચે ખાનગી ગોળીબારની ઘટનાથી સમગ્ર પોલીસતંત્ર ચોંકી ઉઠયુ છે.

અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા ગણપતિનગરમાં બદનસિંહ પાલ પોતાના પરિવારજનો સાથે રહે છે સંતાનમાં તેને મોટી પુત્રી છે બીજીબાજુ ઉત્તર પ્રદેશના કનોજ જિલ્લામાં રહેતો શીશુપાલ નામનો શખ્સ બદનસિંહની મોટી પુત્રી સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો અને આ મુદ્દે અવારનવાર ઝઘડો પણ થતો હતો બદનસિંહ અને પરિવારના અન્ય સભ્યો પોતાની પુત્રીના લગ્ન શીશુપાલ સાથે કરવાના પક્ષમાં ન હતા જેના પરિણામે શીશુપાલ ખૂબ રોષે ભરાયેલો હતો.

યુવતિના પરિવારજનો લગ્ન કરવા માટે તૈયાર ન થતાં ઉશ્કેરાયેલો શખ્સ શીશુપાલ ક્રોધે ભરાયો હતો અને આ મુદ્દે કોઈપણ સમયે લોહીયાળ પરિણામ આવે તેવી દહેશત સેવાતી હતી. ગઈકાલે રાત્રે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ ચાંદલોડિયા બ્રીજ નીચેથી બદનસિંહ પાલ પસાર થઈ રહયા હતા આ સમયે શીશુપાલ પણ તેના બે સાગરિતો સાથે ત્યાં આવી પહોંચ્યો હતો અને બદનસિંહ સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો.

બદનસિંહ પોતાની પુત્રીના લગ્ન શીશુપાલ સાથે નહી કરાવવા માટે મક્કમ હતા અને ગઈકાલે રાત્રે પણ આ મુદ્દે ફરી વખત તકરાર થઈ હતી. ચાંદલોડિયા બ્રીજ નીચે દુર્ગા સ્કુલની સામે આ બંને જણાં વચ્ચે તકરાર ચાલતી હતી ત્યારે ઉશ્કેરાયેલા શીશુપાલે પોતાની પાસેની રિવોલ્વર કાઢી હતી અને બદનસિંહ સામે તાંકી ગોળીબાર કર્યો હતો.

બદનસિંહ કશું સમજે તે પહેલા જ શીશુપાલે ગોળીબાર કરતા જ બદનસિંહના પગમાં ગોળી વાગી હતી અને તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડયા હતાં બીજીબાજુ ગોળીબારનો અવાજ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તે લોકોને જાઈને આરોપી શીશુપાલ અને તેના બંને સાગરિતો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતાં એકત્ર થયેલા લોકોએ સ્થળ પરનું દ્રશ્ય જાતા જ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

૧૦૮ એમ્બ્યુલન્સને પણ બોલાવી લીધી હતી આ અંગે સોલા પોલીસને જાણ કરવામાં આવતા સોલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક સ્થળ પર રવાના થઈ ગયા હતાં સૌ પ્રથમ ઘવાયેલા બદનસિહને લોહીલુહાણ હાલતમાં નજીકની સોલા સિવિલ હોસ્પિટલમાં  લઈ જવામાં આવ્યા હતાં.

પગમાં ગોળી વાગવાથી ગંભીર રીતે ઘવાયેલા બદનસિંહ લોહીથી લથપથ થઈ ગયા હતા સોલા  સિવિલમાં લઈ જવાયા ત્યારે ફરજ પર હાજર તબીબોએ તેમની સારવાર શરૂ કરી હતી પરંતુ ગંભીર ઈજાઓને જાતા તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલથી અસારવા સિવિલ હોસ્પિટલમાં   ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તબીબોએ તાત્કાલિક તેમની સારવાર શરૂ કરી છે.

ઘટનાની જાણ થતાં બદનસિંહના પરિવારજનો પણ ખૂબ જ ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ  પહોંચી ગયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા બદનસિહની પુછપરછના આધારે પોલીસે તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી સઘન ચેકિંગ શરૂ કર્યું હતું પરંતુ વહેલી સવાર સુધી આરોપીઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો આ અંગે સોલા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.