Western Times News

Gujarati News

વર્ષો જૂની ખંડેર પોસ્ટ ઓફિસથી ૫૦ કર્મચારીઓના માથે જીવનું જાેખમ

નેત્રંગ તાલુકો બન્યા બાદ પણ મુખ્ય પોસ્ટ ઓફિસ વર્ષોથી નાનકડી ખંડેર ઓફિસમાં ચાલે છે

(પ્રતિનિધી) ભરૂચ, પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકાર ધ્વારા ભરૂચ જીલ્લાના વાલીયા અને ઝઘડીયા તાલુકા માંથી ૭૮ ગામોને અલગ પાડી નવો નેત્રંગ તાલુકો બનાવવામાં આવ્યો હતો.

જેમાં નેત્રંગ તાલુકો બનતાની સાથે જ દિવ્યભવ્ય તાલુકા સેવાસદન, તા.પંચાયત, આરોગ્યલક્ષી સામુહિક આરોગ્ય કેન્દ્ર, પોલીસ સ્ટેશન અને મહિલા આઇટીઆઇ જેવી સરકારી ઈમારતોનું નિમૉણ થઇ ચુક્યું છે,પરંતુ તાલુકાની મુખ્ય પોસ્ટ ઓફિસની કાયાપલટ કરવામાં સરકારીતંત્ર પાસેે ફુરસત નહીં હોવાનું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

જેમાં નેત્રંગ તાલુકાની મુખ્ય પોસ્ટ ઓફિસ વષૉથી જીનબજાર વિસ્તારમાં જીનવાળી ચાલીમાં આવેલા નળીયાવાળા ખંડેર ઓરડીમાં ચાલી રહી છે,અને પોસ્ટ માસ્ટરને રહેવા માટેનું એક નાનું મકાન પણ ફાળવવામાં આવ્યું છે.આ પોસ્ટ ઓફિસની સાથે તાલુકાભરની અન્ય નાની બ્રાંચ ૨૫ જેટલી પોસ્ટ ઓફિસ પણ જાેડાયેલી છે.

અને દરેક વિસ્તાયના ટપાલ સહિતના વ્યવહારો આ પોસ્ટ ઓફિસથી થાય છે.અને ૫૦ લોકોનો સ્ટાફ કામ કરે છે.વર્ષો જુના મકાનમાં ચાલતી કચેરીને લઈને કમૅચારીઓ,એજન્ટો અને આમ લોકોને ધણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે.
નવી પોસ્ટ ઓફિસના નિર્માણ માટે જગ્યાની ફાળવણી,પરંતુ કામગીરી આગળ વધતી નથી.

નેત્રંગ તાલુકાની મુખ્ય પોસ્ટ ઓફિસના નિમૉણ માટે નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર જરૂરી જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે અને જવાબદાર અધિકારીઓની કામગીરી પ્રત્યેની નિષ્કાળજીના કારણે આગળ કામગીરી અટકી પડી છે.તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે,જ્યારે આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરીની નવી પોસ્ટ ઓફિસના નિર્માણની કામગીરી શરૂ થાય તેવી લોકમાંગ ઉઠી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.