Western Times News

Gujarati News

શત્રુઘ્ન સિન્હાએ ભાજપમાં પાછા ફરવાની વાત નકારી

પટણા: અભિનેતા અને કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હાએ ભારતીય જનતા પાર્ટીમાં વાપસી અંગેની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધુ છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ શત્રુઘ્ન સિન્હાએ પીએમ નરેન્દ્ર મોદીના સમર્થનમાં એક ટ્‌વીટ કરી હતી. ત્યારબાદ તેમના ભાજપમાં પાછા ફરવાની અટકળો શરૂ થઈ ગઈ હતી. શોટગન શત્રુઘ્ન સિન્હાએ હવે કહ્યું કે તેમણે આ ટિપ્પણી એક વ્યંગ તરીકે કરી હતી અને પાર્ટી બદલવાની તેમની કોઈ ઈચ્છા નથી. તેમણે રવિવારે ટ્‌વીટ કરીને કહ્યું હતું કે ‘દુનિયામાં ચાર પ્રકારના દુઃખી લોકો હોય છે.

પોતાના દુઃખથી દુખી, બીજાના દુઃખથી દુખી, બીજાના સુખથી દુખી અને કારણ વગર મોદીથી દુઃખી. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, તે મનોરંજન માટે રવિવારે વ્યંગ તરીકે કહ્યું હતું. હું દર રવિવારે મનોરંજન માટે કેટલીક ટ્‌વીટ કરું છું અને તેનો કોઈ રાજનીતિક અર્થ કાઢવો જાેઈએ નહીં. અભિનેતામાંથી રાજનેતા બનેલા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે ન તો મને કોંગ્રેસ છોડવાની અને ભાજપમાં સામેલ થવાની કોઈ ભાવના છે કે ન તો આ અંગે મારી કોઈ ઈચ્છા છે.

અટલ બિહાર વાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા શત્રુઘ્ન સિન્હા ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સમયે ભાજપ છોડીને કોંગ્રેસમાં જાેડાયા હતા તથા કોંગ્રેસની ટિકિટ પર પૈતૃક સ્થાન પટણાસાહિબ મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા. બિહારીબાબુ તરીકે ઓળખાતા શત્રુઘ્નએ ૨૦૦૯ની સાથે સાથે ૨૦૧૪માં પણ ભાજપની ટિકિટ પરથી આ બેઠકથી શાનદાર જીત મેળવી હતી. જાે કે તેઓ ૨૦૧૯માં પટણા સાહિબ બેઠકથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સામે મોટા અંતરથી હાર્યા હતા. ભાજપ છોડ્યા

પહેલા તેમણે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અનેક પરોક્ષ ટિપ્પણીઓ કરી હતી. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ખરાબ રીતે ચૂંટણી હારી અને શત્રુઘ્ન સિન્હા પણ સૌથી જૂની પાર્ટીમાં કોઈ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળ્યા નહીં. મોદી પર તેમની ટિપ્પણીને રાજકીય રીતે તેમની જૂની પાર્ટી સુધી પહોંચવાના પ્રયાસ તરીકે જાેવામાં આવી રહી હતી. શત્રુઘ્ન સિન્હા હજુ પણ કહે છે કે તેમણે રાજનીતિનો કક્કો ભાજપમાં શીખ્યો છે અને ભગવા પાર્ટીમાં તેમના અનેક સારા મિત્રો છે. તેમણે કહ્યું કે મે નોટબંધી અને જટિલ જીએસટી લાગૂ કરવા જેવા અનેક મુદ્દાઓ પર નેતૃત્વ સાથે અસહમતિ જતાવીને ભાજપ સાથે છેડો ફાડ્યો હતો અને હજુ પણ તેના પર મક્કમ છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.