Western Times News

Gujarati News

વારંવાર સોન્ગની ટીકા થતાં ટોની કક્કડનું દુઃખ છલકાયું

મુંબઈ: ટોની કક્કડ હાલ પોતાના મ્યૂઝિક વીડિયો ‘નંબર લિખ’ને લઈને ચર્ચામાં છે, જેમાં નિક્કી તંબોલી પણ છે. ટોની કક્કડ વર્ષમાં ૬-૭ સોન્ગ ગાઈ છે અને રિલીઝ થતાં જ ખાસ કરીને સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. ખાસ કરીને યુવાનોને તેના સોન્ગ પસંદ આવે છે. જાે કે, જ્યારે-જ્યારે સોન્ગ રિલીઝ થાય ત્યારે-ત્યારે તેના રિલિક્સને લઈને ટોની કક્કડને ટ્રોલ કરવામાં આવે છે, જાે કે તેણે ક્યારેય પણ વળતો જવાબ આપ્યો નથી. પરંતુ હાલમાં જ્યારે એક યૂઝરે ટોની કક્કડના વખાણ કર્યા અને કહ્યું કે તે ખૂબ જ શાંત અને કૂલ રીતે ટીકાને હેન્ડલ કરે છે,

ત્યારે તેનું દુઃખ છલકાઈ ઉઠ્‌યું. વાત એમ છે કે, ટોની કક્કડે હાલમાં જ ટિ્‌વટર પર સેશન રાખ્યું હતું, આ દરમિયાન એક ફેને વખાણ કરતાં લખ્યું કે, હું માત્ર એક જ વાત કહેવા માગુ છું કે તમે જે રીતે ટીકા અને ટ્રોલિંગને હેન્ડલ કરી રહ્યા છો અને કૂલ તેમજ શાંત રહો છો, તે કમાલનું છે. હું તમારા પાસેથી એક રોમાન્ટિક સોન્ગ સાંભળવા માગુ છું. ફેનની વાતથી ટોનીને બાળપણના દિવસો અને તે સમયનો સ્ટ્રગલ યાદ આવી ગયો. તેણે જવાબ આપતા લખ્યું કે, કુછ તો લોગ કહેંગે હું જાણું છું કે મારા મ્યૂઝિકે મને શું આપ્યું છે.

મારું ઘર, મારી કા, મારું રોજનું સ્ટારબક્સ સુધી બધું જ. રમકડાં વગર બાળપણ ગયું છે. ઉલ્લેખનીય છે કે, ટોની કક્કડ, નેહા કક્કડ અને સોનુ કક્કડનું બાળપણ ખૂબ ગરીબીમાં પસાર થયું છે. ત્રણેય ભાઈ-બહેન માતા રાનીના જાગરણમાં ગીત ગાતા હતા અને તેનાથી જે પૈસા મળતા હતા, તેમાંથી ઘરનો ખર્ચ નીકળતો હતો. નેહા ક્કકડે પણ ઘણીવાર બાળપણમાં વેઠેલી મુશ્કેલીઓ વિશે જણાવ્યું છે. તેણે જણાવ્યું હતું કે, તેના પિતા સમોસા વેચતા હતા. તેઓ ઋષિકેશમાં ભાડાના એક રૂમમાં રહેતા હતા.

ટોની કક્કડ પરિવાર સાથે ૯૦ના દશકામાં મુંબઈ શિફ્ટ થઓ હતો. જ્યાં તેણે સોન્ગ કમ્પોઝ કરવાનું શીખ્યો અને કમ્પોઝર સંદીપ ચૌતા માટે લિરિસિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. ટોની કક્કડને તે સમયે ઓળખ મળી જ્યારે અફવા ઉડી કે તેણે ફિલ્મ ‘ક્રિએચર ૩ડ્ઢ’ માટે ‘સાવન આયા હૈ’ સોન્ગ કમ્પોઝ કર્યું છે. ટોની કક્કડ પર ઘણીવાર બીજા સોન્ગમાંથી વિઝ્‌યુઅલ્સ કોપી કરવાનો પણ આરોપ લાગી ચૂક્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.