Western Times News

Gujarati News

ત્રણ જુદા જુદા દરોડામાં લાખોનો બ્રાન્ડેડ દારૂ ઝડપાયો

રાજકોટ: રાજકોટ શહેર પોલીસ દ્વારા જુદી-જુદી ત્રણ જગ્યાએ દરોડો પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્રણેય દરોડામાં કુલ પાંચ જેટલા આરોપીઓની સંડોવણી હોવાનું ખુલ્યું છે. જે પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેર એરપોર્ટ પોલીસ દ્વારા બેટી નદીના પુલ પરથી બે જેટલા વ્યક્તિઓને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. વાતચીતમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીએમ હડીયાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું તથા મારો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલા બેટી નદીના પુલ પરથી હરિયાણા પાસિંગનીનો એક ટ્રક દારૂના જથ્થા સાથે પસાર થવાનો છે.

તે બાતમીના આધારે હું અને મારી ટીમ અગાઉથી જ વોચમાં ગોઠવાયેલી હતી જે દરમિયાન હરિયાણા પાર્સિંગનો ટ્રક ત્યાંથી પસાર થતા તેને રોકવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રકમાં તપાસતા મકાઇના ભૂટ્ટાની આડમાં રોયલ ચેલેન્જ તેમજ નાઈટ બ્લુ નામની બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. તો સાથે જ ૫,૭૭,૫૦૦ રૂપિયાનો મકાઈનો ભુશો પણ મળી આવ્યો હતો. તેમજ મોબાઇલ ફોન ટ્રક સહિતનો કુલ ૨૭,૬૯,૩૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એરપોર્ટ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ગુરમીત સિંગ બીમસિંગ ચમાર, દીલબાગ મનીરામ ચમાર નામના શખ્શો ટ્રકમાં મકાઈના ભુસાની આડમાં લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઘુસાડવાની પેરવીમાં હતા.

જ્યારે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભગવતીપરા આવાસ યોજનાના ક્વાટર્સ ની અંદરના ભાગે આવેલા કબ્રસ્તાન પાસેથી તેમ જ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નડાળા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. તો સાથે જ એક આરોપીની ધરપકડ પણ કરી છે. ન્યુઝ૧૮ ગુજરાતી સાથેની વાતચીતમાં ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પી.બિ.જેબલિયાએ જણાવ્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.