Western Times News

Gujarati News

શામળાજી પોલીસે ગુપ્તખાના માંથી ૪૩૨ ટેટ્રા પેક સાથે બે ખેપીયાની ધરપકડ કરી 

શામળાજી પોલીસ સતત રાજસ્થાન તરફથી આવતા વાહનો માંથી વિદેશી દારૂ ઝડપી રહી છે રાજસ્થાન  પાસીંગની કારના દરવાજામાં બનાવેલ ગુપ્ત ખાનામાં સંતાડેલ વિદેશી દારૂના ૪૩૨ ટેટ્રા પેક  ઝડપી પાડી બુટલેગરના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક વાહનચેકીંગ દરમિયાન સુઝૂકી કીઝાશી કારના દરવાજામાં  બનાવેલ ગુપ્ત ખાનામાં સંતાડીને ગુજરાતમાં ઘૂસાડાતો ૩૦  હજારથી વધુનો વિદેશી ઝડપી પાડી રાજસ્થાનના બે ખેપીયાને દબોચી

જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી :
શામળાજી પીએસઆઈ આશિષ પટેલ અને તેમની ટીમે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ રતનપુર ચેકપોસ્ટ પરથી વિદેશી ઘુસાડાતો અટકાવવા સઘન ચેકીંગ સાથે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ હાથધરતા સતત દારૂ ઘુસાડવા પ્રયત્નશીલ બુટલેગરોની વિદેશી દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવી હતી રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે આવતી સુઝૂકી કીઝાશી કારને અટકાવી તલાસી લેતા કારના આગળ-પાછળના દરવાજાના પડખામાં બનાવેલ ગુપ્ત ખાનું મળી આવ્યું હતું

ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂના ટેટ્રા પેક-૪૩૨ કીં.રૂ.૩૦૨૪૦/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક આસારામ નાથુલાલ ગુર્જર અને ભરત ધનરાજ શર્મા (બંને,રહે દોવડા-આમેટ,રાજસ્થાન)ની ધરપકડ કરી કાર,મોબાઈલ અને વિદેશી દારૂ મળી કુલ.રૂ.૨૩૧૨૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાનના દેવગઢના પ્રકાશ મેવાડા નામના બુટેલગર વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.