Western Times News

Gujarati News

સાયન્સની શાળામાં ૯૪%એ એડમિશન અટકી શકે છે

પ્રતિકાત્મક

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૮૦ ટકાથી વધુ ગુણ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૬૮૨૮નો વધારો થયો
અમદાવાદ, શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરી દીધા બાદ હવે ૧૧મા ધોરણમાં સાયન્સમાં પ્રવેશ માટે અમદાવાદ શહેરમાં મારામારી સર્જાઈ શકે છે. ધોરણ ૧૧ સાયન્સમાં આ વખતે મેરિટ ૧૦ ટકા જેટલું ઊંચુ જશે તેવી શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.

જ્યારે શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં તો પ્રવેશ માટે ભારે ધસારો જાેવા મળશે. આ વખતે બોર્ડમાં ૮૧ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ગુણ લાવનારા વિદ્યાર્થીઓનો રાફડો ફાટ્યો હોવાથી શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં વિજ્ઞાન પ્રવાહ માટે મેરિટ ૯૪ ટકાની આસપાસ અટકી શકે છે.

અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ૮૦ ટકા ગુણ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૬,૮૨૮નો વધારો થયો છે. ધોરણ ૧૦નું પરિણામ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયા બાદ વિદ્યાર્થીઓની નજર ધોરણ ૧૧ સાયન્સના પ્રવેશ પર ચોંટેલી છે. ૧૧મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશની મારામારી સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આ વખતે એ-૧ ગ્રેડ અને એ-૨ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધારે છે.

જેથી આ તમામ વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ સાયન્સ હોવાથી અમદાવાદ શહેરમાં સાયન્સની સ્કૂલો અને તેમાં પણ પ્રતિષ્ઠિત સ્કૂલોમાં ભારે ધસારો થશે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો, રાજ્યમાં એ-૧ ગ્રેડમાં ૮૮૧ અને એ-૨ ગ્રેડમાં ૪,૭૯૨ વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આમ, બંને ગ્રેડના મળીને કુલ ૫,૬૭૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે ગત વર્ષે એ-૧ ગ્રેડમાં ૧૧૩ અને એ-૨ ગ્રેડમાં ૨,૦૩૪ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ, બંને ગ્રેડના મળીને ગત વર્ષે કુલ ૨,૧૪૭ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૩,૫૨૬ વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે.

અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો, આ વખતે એ-૧ ગ્રેડમાં ૧,૧૫૮ અને એ-૨ ગ્રેડમાં ૩,૭૮૬ મળીને કુલ ૪,૯૪૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષે એ-૧ ગ્રેડમાં ૧૦૪ અને એ-૨ ગ્રેડમાં ૧,૫૩૮ મળીને કુલ ૧,૬૪૨ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ, બંને ગ્રેડના મળીને કુલ ૩,૩૦૨ વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે. આ વખતે આ બંને ગ્રેડમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યના કુલ ૬,૮૨૮ વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે.

અમદાવાદમાં ૮૧ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ગુણ ધરાવતા ૬,૮૨૮ વિદ્યાર્થીઓ વધુ પાસ થયા હોવાથી ધોરણ ૧૧ સાયન્સમાં પ્રવેશ માટે ભારે ધસારો જાેવા મળશે. ગત વર્ષે ધોરણ ૧૧ સાયન્સમાં છેલ્લે પ્રવેશ ૬૦ ટકાની આસપાસ અટક્યો હતો. જાેકે, આ વખતે પ્રવેશ ૭૦ ટકાએ અટકે તેવી શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.

ધોરણ ૧૧ સાયન્સમાં પ્રતિષ્ઠિત સ્કૂલોમાં પણ ભારે ધસારો જાેવા મળશે. ગત વર્ષે શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં ૧૧મા સાયન્સમાં પ્રવેશ ૯૦ ટકાની આસપાસ અટક્યો હતો. જાેકે, આ વખતે ૯૪ ટકા અટકી શકે છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, ધોરણ ૧૧ સાયન્સમાં દર વર્ષે સામાન્ય રીતે ૬૦થી ૬૨ ટકાએ છેલ્લો પ્રવેશ મળતો હોય છે.

જાેકે, આ વખતે છેલ્લો પ્રવેશ ૭૦ ટકાએ અટકશે. સાયન્સની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં ધોરણ ૧૦ના વર્ગો વધુ અને ધોરણ ૧૧ના વર્ગો ઓછા હોય તો તેઓ પણ પોતાના વિદ્યાર્થીઓને સમાવી શકશે નહીં. આમ, ધોરણ ૧૧ સાયન્સમાં આ વખતે મેરિટ લિસ્ટ ઊંચું દશે અને પ્રવેશ માટે ભારે ધસારો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.