Western Times News

Gujarati News

શિવરંજની હિટ એન્ડ રન  ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાશે

અમદાવાદ, શિવરંજની હિટ એન્ડ રન કેસ ના આરોપી પર્વ શાહ સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત થયો છે. ટ્રાફિક પોલીસ દ્વારા પર્વ શાહ સામે તપાસના અંતે આઈપીસીની કલમ ૩૦૪ અપરાધ માનવ વધનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પંચોને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ કેસમાં કોર્ટે પર્વ શાહને એક દિવસના રિમાન્ડ પર સોપ્યો હતો. અમદાવાદના બહુચર્ચિત શિવરંજની હિટ એન્ડ રન કેસમાં શ્રમિક પરિવારને કચડનાર આરોપી પર્વ શાહને એક દિવસના રિમાન્ડ બાદ આજે ફરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જાેકે, પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતાં કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

શિવરંજની હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહ વિરૂદ્ધ આઈપીસી કલમ ૩૦૪ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ થયો છે. આ કલમ હેઠળ પર્વ શાહને આજીવન કેદ અથવા ૧૦ વર્ષની સજા પણ થઇ શકે છે. આ અંગે અમદાવાદ ટ્રાફિક વિભાગના ત્નઝ્રઁ મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસે તપાસ કરતા પર્વ સાથે અકસ્માત સમયે જે કાર હતી તેની નજીક પોલીસ પહોંચી ગઇ છે. હોમગાર્ડ અને અન્ય પોલીસ કર્મચારીઓ નિવેદનને લઇને તપાસ શરૂ કરાઇ છે.

મહત્ત્વનું છે ઘટના અંગે આરોપી પર્વ શાહને સાથે રાખી પોલીસ હવે રિકન્સ્ટ્રક્શન કરશે. બીજી બાજુ પર્વ અને તેના ત્રણ મિત્રો કર્ફ્‌યૂમાં બહાર નીકળ્યા હોવાથી ચારેય સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તેના ત્રણ મિત્રોની પણ ધરપકડ કરવામાં આવી છે.

પકડાયેલ ત્રણેય મિત્રોની બે કલાક પૂછપરછ કરી પોલીસે પર્વ શાહ તથા તેના અન્ય ત્રણ મિત્રોને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા.મહત્ત્વનું છે કે વિસ્મય અને પર્વ શાહ જેવા નબીરાઓની મોજ ગરીબોના મોતનું કારણ બની રહી છે. રાત્રિ કર્ફ્‌યૂ હોવા છતાં ઘટના બનતા અનેક સવાલ લોકોના મનમાં ઊભા થઈ રહ્યા છે. હવે ગરીબ બાળકોને માતાના મોતનો ન્યાય મળે છે કે કેમ તે જાેવાનું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.