Western Times News

Gujarati News

ભારતે એપ્રીલમાં કરેલા એક્ષપોર્ટથી અમેરિકા, બ્રિટન, જાપાનને પણ પાછળ છોડી દીધા

પ્રતિકાત્મક

ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૯૫ અબજ ડોલરની અત્યાર સુધીની સૌથી વધારે નિકાસ નોંધાવી છે.

નવી દિલ્હી, કેન્દ્ર સરકારનું કહેવું છે કે અર્થતંત્રને વેગ આપવા માટે અનેક પગલાં ભરવામાં આવેલા છે અને તેના સારા પરિણામો મળવા લાગ્યા છે. ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૯૫ અબજ ડોલરની અત્યાર સુધીની સૌથી વધારે નિકાસ નોંધાવી છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ અને શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ શુક્રવારે પત્રકાર પરિષદમાં અર્થતંત્રમાં વર્તમાન સ્થિતિ અંગે જાણકારી આપી હતી. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે કોરોનાની બીજી લહેરમાં સર્જાયેલા ભીષણ સંકટ વચ્ચે દેશનું અર્થતંત્ર યોગ્ય ટ્રેક પર છે. એપ્રિલ,૨૦૨૧માં દેશમાં અત્યાર સુધીની સૌથી વધારે નિકાસ વૃદ્ધિ નોધાઈ છે. તે એપ્રિલ,૨૦૨૦ની તુલનામાં ૨૦૧ ટકા છે. આટલો ઉંચો વૃદ્ધિ દર દેશમાં અગાઉ ક્યારેય જાેવા મળ્યો ન હતો.

જાેકે એપ્રિલ,૨૦૨૦માં દેશમાં લોકડાઉન હતું, માટે એપ્રિલ ૨૦૨૧માં નિકાસ ગ્રોથ આટલો સારો રહ્યો છે. બીજી બાજુ એપ્રિલ ૨૦૧૯ની તુલનામાં દેશમાં નિકાસમાં ૧૮ ટકા વૃદ્ધિ રહી છે. સરકારે વિશ્વ વ્યાપાર સંગઠનને ટાંકી આ આંકડા જાહેર કર્યાં છે.

સરકારે કહ્યું કે એપ્રિલ મહિનામાં દેશની એક્સપોર્ટ ગ્રોથ અનેક મોટા અર્થતંત્રોની તુલનામાં વધારે રહી છે. ઉ્‌ર્ંના આંકડા પ્રમાણે એપ્રિલ ૨૦૨૦ની તુલનામાં એપ્રિલ ૨૦૨૧માં યુરોપિયન સંઘ (EU)ની એક્સપોર્ટ ગ્રોથ ૬૮ ટકા, જાપાનની ૩૬ ટકા, દક્ષિણ કોરિયાની ૪૧ ટકા, બ્રિટનની ૩૨ ટકા અને અમેરિકાની ૫૩ ટકા રહી છે.

જાેકે સરકારે આ અવધિમાં ચીનની સાથે દેશની નિકાસની તુલના કરી નથી. ચીન વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ છે અને તે વિશ્વની સપ્લાઈ ચેઈનનું એન્જીન પણ કહેવામાં આવે છે. પીયૂષ ગોયલે કહ્યું કે કોવિડ-૧૯ની સ્થિતિ વચ્ચે દેશમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું છે. વર્ષ ૨૦૨૦-૨૧માં દેશનું કુલ ૮૧.૭૨ અબજ ડોલર (રૂપિયા ૬,૧૦૮.૦૯ અબજ) રહ્યું છે. જ્યારે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ મહિનામાં દેશમાં ૬.૨૪ અબજ ડોલર (રૂપિયા ૪૬૬.૪૦ અબજ)નું આવ્યું હતું.

એપ્રિલ ૨૦૨૦માં આવેલા હ્લડ્ઢૈંથી ૩૮ ટકા વધારે છે. પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૧-૨૨ની એપ્રિલ-જૂન અવધિમાં આયર્ન ઓરની નિકાસમાં સૌથી વધારે ૧૬૮ ટકા વૃદ્ધિ જાેવા મળી છે. જ્યારે ચોખામાં ૩૭ ટકા, કોટન યાર્નમાં ૩૩ ટકા, એન્જીનિયરિંગ ગુડ્‌સમાં ૨૫ ટકા, પ્લાસ્ટીકમાં ૨૪ ટકા, કેમિકલમાં ૨૦ ટકા, ઈલેક્ટ્રોનિક ગુડ્‌સમાં ૧૭ ટકા, મરીન પ્રોડક્ટ્‌સમાં ૧૬ ટકા અને મેડિસિનમાં ૧૪ ટકાનો વૃદ્ધિ નોંધાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.