Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૭ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નહી 

છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૮૦ કેસ આવ્યા – એક દિવસમાં ૨૪૮૭૯૬નું રસીકરણઃ કુલ ૮૧૦૯૭૯ સાજા થયા

ગાંધીનગર,  ગુજરાતમાં કોરોના તબક્કાવાર રીતે હવે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ ધીરે ધીરે ઘટતા જઇ રહ્યા છે. રાજ્યમાં રસીકરણના મોરચે પણ સરકાર યુદ્ધનાં ધોરણે રસીકરણ કરી રહી છે. રાજ્યમાં કોરોનાના નવા ૮૦ કેસ નોંધાયા છે.

આજે ૨૨૮ દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૧૦,૯૭૯ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ ૨,૪૮,૭૯૬ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૨૬૪૪ એક્ટિવ કેસ છે. જે પૈકી ૧૦ વેન્ટીલેટર પર છે. ૨૬૩૪ લોકો સ્ટેબલ છે. ૮,૧૦,૯૭૯ લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

૧૦૦૬૪ લોકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જ્યારે આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં ૧ અને અરવલ્લીમાં ૧ આમ કુલ ૨ લોકોનાં મોત નિપજ્યાં છે. ૧૭ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ડબલ ડિજીટમાં માત્ર સુરત અને અમદાવાદ કોર્પોરેશનમાં જ કોરોનાના કેસ નોંધાયા હતા.

જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૧૩૬ લોકોને એક ડોઝ, ૭૧૯૭ લોકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૩૮૫૬૮ લોકોને પ્રથમ અને ૭૪૪૬૩ લોકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યાં છે.

૧૮-૪૫ વર્ષનાં ૧,૨૪,૫૨૬ નાગરિકોને પ્રથમ અને ૩૯૦૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૨,૪૮,૭૯૬, અત્યાર સુધીમાં કુલ ૨૬૨૧૧૫૭૮ ગુજરાતીઓને રસીનો પ્રથમ અથવા તો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.