Western Times News

Gujarati News

૫૦% રસીકરણ બાદ માસ્કના દંડની રકમ ઘટાડાશેઃ હાઈકોર્ટ

Files Photo

માસ્કના દંડ દ્વારા પોલીસ ઉઘાડી લૂટ ચલાવતી હોઈ દંડની રકમ ઘટાડવા, કર્ફ્‌યુનો સમય પણ ઘટાડવા રજૂઆત

અમદાવાદ,  કોરોના મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુઓમોટો મામલે સુનાવણી હાથ ધરાઈ છે. સરકાર વતી એડવોકેટ કમલ ત્રિવેદીએ સરકાર વતી રજૂઆત કરી હતી. તેમણે માસ્કના દંડની રકમ ઘટાડવા રજૂઆત કરતા કહ્યુ કે, લોકો ગાઈડલાઈન પાલન કરી રહ્યાં છે. તેથી માસ્કના દંડમાં ઘટાડો કરવામાં આવે.

ત્યારે હાઈકોર્ટે આ મામલે સરકારને સવાલ કર્યો કે શું તમામ લોકો માસ્ક પહેરી રહ્યા છે. ત્રીજી લહેર આવવાની શક્યતા છે, તો ૫૦ ટકા પણ માસ્ક પહેરશે તો દંડ ઘટાડીશુ. ૫૦ ટકા રસીકરણ થશે તો જ હાઈકોર્ટ આ મામલે વિચારણા કરશે. આ સાથે જ હાઈકોર્ટમાં કરફ્યૂનો સમય ઘટાડવા પણ રજૂઆત કરાઈ.

એડવોકેટ જનરલ દ્વારા રજૂઆત કરાઈ કે, કરફ્યૂનો સમય ઘટાડવા આવે. માસ્કના દંડ દ્વારા પોલીસ ઉઘાડી લૂટ ચલાવે છે. તેથી માસ્કના દંડની રકમ ઘટાડાય.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કરેલી એફિડેવિટમાં ત્રીજી લહેરને લઈ આગોતરા આયોજન કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કરાયો છે. કોરોનાને લઈ દરેક જરૂરી વ્યવસ્થાની અછત ન ઉભી થાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વેન્ટિલેટર, ઓક્સિજન બેડ, ધનવંતરી રથ સહિતની વ્યવસ્થા વધારવાનું આયોજન વિશે સોગંદનામામાં રજુઆત કરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.