Western Times News

Gujarati News

૧૨ પાસ યુવાનની ૪૦ દેશના ૨૫૦૦૦ લોકો સાથે છેતરપિંડી

Files Photo

અમદાવાદ: ફક્ત ૧૨ ધોરણ પાસ હર્ષવર્ધન પરમારને જાેઈને કોઈ એમ ન કહી શકે કે આ ભેજાબાજે ૪૦ જેટલા દેશોના કુલ ૨૫૦૦૦ લોકો સાથે છેતરપીંડી આચરીને આશેર રુ. ૫ કરોડની કિંમતની વસ્તુઓ ખરીદી તેને સ્થાનિક માર્કેટમાં વેચી નાખી છે. આ સામાન્ય ભણેલા વ્યક્તિએ મોટા મોટા ખેરખાંને ચકરાવે ચડાવી દે તેવું ઓનલાઈન કૌભાંડ આચર્યું છે. છે. આલીશાન લાઈફ જીવવા માટે સમાન્ય પરિવારના આ નબીરાએ વિદેશમાં રહેતા લોકોના ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને મોંઘી ફાઈવ સ્ટાર હોટેલોમાં રોકાવું, મિત્ર વર્તુળોમાં રોફ જમાવવા લેવીશ પાર્ટીઓનું આયોજન જેવા મોંઘા ખર્ચ પાછળ લાખો રુપિયા પણ ખર્ચ કર્યા છે. આ બધા મોજશોખ તેણે બીજાના રુપિયાથી કર્યા છે અને તે લોકોને ખબર પણ નથી પડી.

શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા ૨૧ વર્ષના લબરમૂછિયા યુવકે ૧૦૦ દિવસમાં જ આ ૨૫૦૦૦ જેટલા લોકોને છેતરીને રુ. ૫ કરોડનો ચૂનો ચોપડ્યો છે જાેકે તેણે આ કરામત એટલી સિફતપૂર્વક કરી છે કે તેની જાળમાં ફસાયેલા વ્યક્તિને ભાગ્યે જ ખબર પડે છે કે તેના રુપિયા સાથે આખરે થયું શું? ઇસનપુરના નારાયણ નગરમાં પોતાના દહાડી મજુર પિતા અને કોર્પોરેશનની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી માતા સાથે રહેતા આ યુવકની સાયબર સેલ દ્વારા ૩ મહિના પહેલા ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસને એક ઇનપુટ મળ્યું હતું કે અમદાવાદમાંથી કોઈ પરંપરાગત ઇન્ટરનેટ સર્વિસના એક્સેસને બાયપાસ કરીને ડાર્ક વેબ એક્સેસ કરી રહ્યું છે. જ્યાં તે વિદેશી નાગરીકો સાથે છેતરપીંડી કરીને મોંઘા સામાનની ખીરદી કરી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.