Western Times News

Gujarati News

દિલ્હીમાં કોવિડ-૧૯ પરિવાર આર્થિક સહાયતા યોજનાની શરૂઆત થઈ

નવીદિલ્હી: મુખ્યમંત્રી કોવિડ-૧૯ પરિવાર આર્થિક સહાયતા યોજનાની શરૂઆત આજથી દિલ્હીમાં શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યોજનાની શરૂઆત કરી જેનો હેતુ કોરોનાથી જીવ ગુમાવનારાના પરિજનોને ૫૦ હજાર રૂપિયાની આર્થિક સહાયતા આપવાનો છે. આ ઉપરાંત પરિવારમાં કમાનારી વ્યક્તિના કોરોનાથી મોત પર ૨૫૦૦ રૂપિયા દર મહિને આપવાની પણ યોજના છે.

દેશમાં સૌથી પહેલા આવી કોઈ યોજના રાજધાની દિલ્હીમાં લાગૂ થઈ રહી છે. કોરોના મહામારીના કારણે અનાથ થયેલા બાળકો કે પીડિત પરિવારોને આર્થિક મદદ આપવા માટે આ પગલું ભરાયું છે. તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલે કોવિડ-૧૯ મુખ્યમંત્રી આર્થિક સહાયતા યોજનાને મંજૂર કરતા નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ યોજનાથી કોરોના પીડિત પરિવારોને જલદી અને સરળતાથી આર્થિક મદદ મળી શકશે.

આ યોજનામાં સરકાર પીડિતોના આશ્રિત બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્યનું પણ પૂરેપૂરું ધ્યાન આપશે. આ ઉપરાંત સરકાર પરિવારના એક સભ્યને નાગરિક સુરક્ષા સ્વયંસેવક તરીકે પણ નામાંકિત કરવા પર વિચાર કરી રહી છે. યોજના હેઠળ દરેક કોરોના મૃતકના પરિવારને ૫૦,૦૦૦ રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવશે. કોરોનાના કારણે પતિના મોત થવા પર પત્નીને ૨૫૦૦ રૂપિયા પ્રતિ માસ આજીવન આપવામાં આવશે. પત્નીના મૃત્યુ પર પતિને આજીવન ૨૫૦૦ રૂપિયા મળશે. સિંગલ પેરેન્ટ થવા પર જાે મૃત્યુ થાય તો નિરાધાર બાળકને ૨૫ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી પ્રતિ માસ ૨૫૦૦ રૂપિયા મળશે.

આ ઉપરાંત પતિ અને પત્ની બંનેના મૃત્યુ થાય તો જેમાંથી એકનું મૃત્યુ કોરોનાના કારણે થયું હોય એવા પરિવારમાં માતા કે પિતા કે જાે બાળક હોય તો કોઈ એકને ૨૫૦૦ રૂપિયા પ્રતિ માસ આપવામાં આવશે. અપરણિત વર્કિંગ પુત્ર કે પુત્રીનું કોવિડથી મોત થયું હોય તો પિતા કે માતાને આજીવન પ્રતિ માસ ૨૫૦૦ રૂપિયા આપવાની જાેગવાઈ છે. તથા ભાઈ/બહેન ના શારીરિક કે માનસિક વિકલાંગ થવા પર ૨૫૦૦ રૂપિયા આજીવન આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.