Western Times News

Gujarati News

એમેઝોન સુરતમાં પ્રથમ ડિજિટલ કેન્દ્ર સ્થાપ્યું, MSMEને ડિજિટલ રીતે સક્ષમ બનાવશે

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ (Gujarat State CM Vijay Rupani) પ્રથમ એમેઝોન ડિજિટલ કેન્દ્રનું (Amazon Digital Centre,Surat Gujarat) ઉદ્ઘાટન કર્યું

તાજેતરના પડકારોમાંથી એમએસએમઇને સુધારો હાંસલ કરવામાં તે મદદ કરશે. ડિજિટલ કેન્દ્ર એમએસએમઇની નજીક ઇકોમર્સના લાભો લાવશે તેમજ તેમને ભારત અને વૈશ્વિક ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરશે

સુરત, એમેઝોન ઇન્ડિયાએ આજે ભારતમાં તેના પ્રથમ ડિજિટલ કેન્દ્રને ગુજરાતમાં સુરતમાં લોંચ કરવાની જાહેરાત કરી છે. એમેઝોન ડિજિટલ કેન્દ્ર બ્રિક અને મોર્ટાર રિસોર્સ સેન્ટર છે, જે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો (એમએસએમઇ)ને ઇકોમર્સના લાભો અંગે શીખવાની તક તેમજ શિપિંગ અને લોજીસ્ટિક્સ સપોર્ટ, કેટલોગિંગ આસિસ્ટન્સ, ડિજિટલ માર્કેટિંગ સેવાઓ, જીએસટી અને ટેક્સેસન સપોર્ટ જેવી શ્રેણી થર્ડ પાર્ટી સેવાઓ પ્રાપ્ત કરવાની તક આપશે, Chief Minister of Gujarat inaugurates the first Amazon Digital Kendra in Surat

જેથી તેઓ ડિજિટલ ઉદ્યોગસાહસિક તરીકેની તેમની યાત્રા શરૂ કરી શકે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પ્રથમ એમેઝોન ડિજિટલ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં એમેઝોન ઇન્ડિયાના સિનિયર વીપી અને કન્ટ્રી હેડ અમિત અગ્રવાલ અને એમેઝોન ઇન્ડિયાના વીપી મનિષ તિવારી ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રથમ એમેઝોન ડિજિટલ કેન્દ્ર સુરતમાં સૌથી મહત્વપૂર્ણ એમએસએમઇ ક્લસ્ટર પૈકીના એકમાં આવ્યું છે અને તે સુરતમાં તેમજ આસપાસની હજારો એમએસએમઇની જરૂરિયાતોને પૂર્ણ કરશે.

એમેઝોન ડિજિટલ કેન્દ્રનું ઉદ્ઘાટન કરતાં શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હું આ પ્રકારની પહેલ બદલ એમેઝોન ઇન્ડિયાને અભિનંદન પાઠવું છું કે જે સાચા જ્ઞાન, કૌશલ્ય અને સહયોગથી એમએસએમઇને સજ્જ કરવામાં મદદરૂપ બનશે તેમજ ટેક્નોલોજી અપનાવવા અને ઇકોમર્સના લાભો બાબતે સહયોગ આપશે. આ વધુ મહત્વપૂર્ણ છે કારણકે તાજેતરના પડકારો બાદ પોતાના વ્યવસાયને પુનર્જીવિત કરવા અને પુનઃનિર્માણ કરવા ઉપર ધ્યાન આપી રહી છે.

આ પ્રકારની પહેલ ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્રના વિઝનની દિશામાં આગળ લઇ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે આપણી એમએસએમઇને સક્ષમ બનાવશે. ભારતીય અર્થતંત્રમાં એમએસએમઇ વધુ મજબૂત ભૂમિકા ભજવે તે માટે આપણે તેમને સશક્ત અને સક્ષમ બનાવવાની જરૂર છે. મને ખુશી છે કે સુરતમાં પ્રથમ એમેઝોન ડિજિટલ કેન્દ્ર આવ્યું છે, જે હજારો એમએસએમઇ અને ટ્રેડર્સનું ઘર છે. મને વિશ્વાસ છે કે તેઓ ડિજિટલ ઉદ્યોગસાહસિક બનીને લાભો પ્રાપ્ત કરશે.

આ લોંચ અંગે વાત કરતાં અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે, ગત વર્ષે સમભાવ ખાતે અમે જાહેરાત કરી હતી કે ભારતને વર્ષ 2025 સુધીમાં 10 મિલિયન ભારતીય એમએસએમઇને ડિજિટાઇઝ કરવામાં મદદ કરવા એમેઝોન 1 બિલિયન યુએસ ડોલરનું રોકાણ કરશે. આજે, અમે ગુજરાતના સુરતમાં અમારા પ્રથમ એમેઝોન ડિજિટલ કેન્દ્રની શરૂઆત સાથે આ લક્ષ્યની દિશામાં વધુ એક પગલું બરી રહ્યાં છીએ.

એમએસએમઇની ઉપસ્થિતિ હોય ત્યાં સાચા ટુલ્સ, સપોર્ટ અને સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઇ જવાનો આ ઉત્તમ પ્રયાસ છે અને તેનાથી એમએસએમઇને ઇકોમર્સના લાભો પ્રાપ્ત કરવામાં મદદ મળશે. એમેઝોન ડિજિટલ કેન્દ્ર એમએસએમઇને ટેક્નોલોજી અપનાવીને તેમના બિઝનેસના વિકાસમાં મદદ કરશે તેમજ ભારતીય અર્થતંત્રમાં સુધારા અને વૃદ્ધિ માટે તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકશે.

ડિજિટલ કેન્દ્રની સ્થાપના અને સંચાલન માટે એમેઝોન સ્થાનિક પાર્ટનર્સ સાથે જોડાશે. તે સ્થાનિક પાર્ટનર્સને આવકના વધારાના સ્રોતો પ્રદાન કરવાની સાથે-સાથે ઇ-કોમર્સ અને નિકાસ બજારો અંગે જાગૃતિ અને સમજણ ફેલાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવશે તેમજ એમએસએમઇને તેમના વ્યવસાયના વિકાસ માટે ટુલ્સ ઓફર કરશે.

એમએસએમઇ એમેઝોન ડિજિટલ કેન્દ્રની મુલાકાત લઇ શકે છે તેમજ ઇકોમર્સના લાભો અંગે તાલીમ, જીએસટી અને ટેક્સેશન સપોર્ટ, શિપિંગ અને લોજીસ્ટિક સપોર્ટ, કેટલોગિંગ આસિસ્ટન્સ, ડિજિટલ માર્કેટિંગ સર્વિસિસ વગેરે સહિતની થર્ડ પાર્ટી સેવાઓ પ્રાપ્ત કરી શકે છે. જો એમએસએમઇ Amazon.in અથવા એમેઝોન ગ્લોબલ સેલિંગ, એમેઝોન પે, એમેઝોન કારીગર, એમેઝોન સહેલી, આઇ હેવ સ્પેસ, એમેઝોન ઇઝી વગેરે જેવા એમેઝોનના બીજા પ્રોગ્રામ ઉપર ઓનબોર્ડિંગ સર્વિસ પ્રાપ્ત કરવાની પણ તેમને તક આપશે.

ગત વર્ષે સંભાવ સમીટના ઉદ્ઘાટનમાં એમેઝોને ત્રણ મહત્વપૂર્ણ વચનની જાહેરાત કરી હતી – 10 મિલિયન એમએસએમઇને ડિજિટલ રીતે સક્ષમ કરવી, 10 બિલિયન ડોલરના મૂલ્યની ઇકોમર્સ નિકાસો સક્ષન કરવી અને ભારતમાં 2020 અને 2025 વચ્ચે 1 મિલિયન વધારાની નોકરીઓનું સર્જન કરવું.

કંપની તેના વચનને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહી છે અને તેણે પહેલેથી જ 2.5 મિલિયન એમએસએમઇને ડિજિટાઇઝ કરી છે, 3 બિલિયન ડોલરના મૂલ્યની કુલ નિકાસો સક્ષમ કરી છે તેમજ ભારતમાં આજની તારીખમાં લગભગ 1 મિલિયન રોજગારની તકોનું સર્જન કરવામાં મદદ કરી છે, જેમાં જાન્યુઆરી 2020 સુધીમાં 300,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.