Western Times News

Gujarati News

નશામાં ડમ્પરના ચાલકે ખાંડ મેદાનમાં ઠાલવતા લૂંટ મચી

ભુજ: કોરોનાકાળમાં ધંધા રોજગાર ઠપ્પ થઇ જતા પ્રજા બેહાલ બની ચુકી છે. લોકો આર્થિક રીતે ભાંગી પડ્યા છે. તો બીજી તરફ પેટ્રોલ ડિઝલ સહિત તમામ વસ્તુઓનાં વધી રહેલા ભાવના કારણે ગૃહિણીઓનાં રોજિંદા બજેટ ખોરવાઇ ચુક્યાં છે. જાે કે ભચાઉના વોન્ધ ગામ નજીક એક ખાંડ ભરેલા ડમ્પર ચાલકે દારૂના નશામાં ખાંડ ખુલ્લામેદાનમાં ઠાલવી દેતા લોકોએ ખાંડ માટે પડાપડી કરી હતી. ખાંડ ભરતા લોકોએ મોંઘવારીમાં દારૂના નશામાં ચુર ડ્રાઇવર દેવદુત સમાન લાગ્યો હશે.

છેલ્લા થોડા વર્ષોમાં મોંઘવારીએ માઝા મુકી છે અને ગરીબ તથા મધ્યમવર્ગ માટે જીવન ર્નિવહન મુશ્કેલન બન્યું છે. કોરોના કાળમાં ધંધા રોજગાર ઠપ્પ થઇ જતા પ્રજા બેહાલ બની છે. આ પરિસ્થિતીમાં ભગવાન ભરોસે મોટા એવું કહેતા સંભળાય છે. તેમને પણ ગરીબોની સાંભળી લીધી હોય તેમ ઉપરવાળાએ મોટી રાહત આપી હતી. ભચાઉના વોન્ધ ગામ નજીક આશિષ હોટલ પાસે એક માથા ફરેલો ટ્રક ચાલક પોતાનું ખાંડ ભરેલુ ડમ્પર મેદાનમાં ઠાલવીને જતો રહ્યો હતો.

કામગીરી વેળાએ પ્રથમ તબક્કે આસપાસનાં લોકો સમજી શક્યા નહોતા, જાે કે ડમ્પર રવાના થતાની સાથે જ તુરંત હાથ લાગ્યા તે સાધનથી ખાંડ ભરીને ઘરે લઇ જવા માટે તુટી પડ્યા હતા. મોંઘવારીમાં દેવદૂત સમા ડ્રાઇવરને તેઓ મનોમન દુવા આપતા હશે. જાે કે આ અંગે નજીકની હોટલના માલિકને પુછતા તેમણે કહ્યું કે, કોઇ અજાણ્યો ટ્રક ડ્રાઇવર ખાંડ ઠાલવીને જતો રહ્યો હતો. આસપાસના લોકો ભરપુર લહાવો લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.