Western Times News

Gujarati News

મગણાદ ગામે ધારાસભ્યના હસ્તે પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયુ

(પ્રતિનિધિ) જંબુસર 10062019 : જંબુસર તાલુકાના મગણાદ ગામ Âસ્થત સુપર સોલ્ટ પ્રા.લી. ધ્વારા મગણાદ ગામની ઓળખસમા રૂપીયા દસ લાખના ખર્ચે નિમીત પ્રવેશદ્વારનું લોકાર્પણ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકીના વરદ હસ્તે કંપની એઝયુકેટીવ ડીરેકટર કેતન ત્રિવેદીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હોવાના સમાચાર સાંપડયા છે.

સામાજીક તથા શૈક્ષણીક પ્રવૃતિમાં સહભાગી થતી જંબુસર તાલુકાના મગણાદ ગામ સ્થિત સુપર સોલ્ટ પ્રા.લી એ તેની સ્થાપના રપ માં વર્ષની ઉજવણીના ભાગરૂપે મગણાદ ગામની ઓળખસમા પ્રવેશદ્વારનું નિર્માણનું કામ હાથ ધર્યુ હતું અને રૂપીયા દસ લાખના ખર્ચે નવનિર્મીત પ્રવેશદ્વારનું લોકાર્પણ આજરોજ જંબુસર મતવિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકીના વરદ હસ્તે ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સુપર સોલ્ટના એઝકયુટીવ ડાયરેકટર કેતન ત્રિવેદીએ પોતાના ઉદ્‌બોધનમાં જણાવ્યુ હતું કે સુપર સોલ્ટ મગણાદ ગામ પ્રત્યે ખુબજ લાગણી ધરાવે છે અને ગામના વિકાસ માટે કંપની કટિબધ્ધ છે અને અગાઉ તળાવ કીનારે ઓવારા, સહીત ગ્રામજનોની સુવિધા અર્થે વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે

તેમજ પુરપીડીત ગામમાં પુરના સમયે કંપની તરફથી રાહત કેમ્પો પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કંપની તરફથી મગણાદ ગામની પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ પ્રતિવર્ષ કરવામાં આવી રહયું છે.

ધારાસભ્ય સંજય સોલંકીએ તેમના ઉદ્‌બોધનમાં સુપર સોલ્ટની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી આ લોકાર્પણ પ્રસંગે જીલ્લા પંચાયત સદસ્ય કમલેશ પટેલ, માજી તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુદાસ મકવાણા, મગણાદના અગ્રણી પહાડસિંહ, સરપંચ જયેશ પટેલ, સહીત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.