Western Times News

Gujarati News

સિદ્ધાર્થ મહાદેવન અને ઓમ ભોલેરાવે ‘કર ફતેહ ઇન્ડિયા’ એન્થમ પ્રસ્તુત કર્યું

ખો જાને કે ડર સે તું ક્યૂં હૈ લા-પતા, ચુન લે અબ રાહ તુ, હૈ ધુંધલા રાસ્તા…

વડોદરા, જ્યારે આપણે મહામારીની બીજી લહેરમાંથી બહાર નીકળી રહ્યાં છીએ અને નવા માપદંડો સાથે અગ્રેસર થઇશું એવી આશા છે, ત્યારે પ્રસિદ્ધ ભારતીય ફિલ્મ કમ્પોઝર સિદ્ધાર્થ મહાદેવનએ હૃદયસ્પર્શી એન્થમ ‘કર ફતેહ ઇન્ડિયા’ પ્રસ્તુત કર્યું છે – જે આશા, ઉત્સાહ અને ઉજ્જવળ ભવિષ્યને સમર્પિત છે.

મીર દેસાઈ રચિત આ એન્થમનો ઉદ્દેશ લોકોના જુસ્સાને વધારવાનો અને દેશને ઉજ્જવળ ભવિષ્ય તરફ અગ્રેસર કરવા પ્રોત્સાહિત કરવાનો છે. કોવિડ-19 મહામારી સામે લાંબી લડાઈ પછી આપણો દેશ છેવટે ફરી ઉત્સાહ સાથે અગ્રેસર થવા સજ્જ છે. આ એન્થમ કે ગીત આપણા સંઘર્ષ, વિજય, સ્વજનોની વિદાય અને સહિયારી લડાઈને એક સમર્પણ છે.

આ દેશમાં વ્યવસાયોને પ્રોત્સાહન આપવા અને પ્રેરિત કરવાની તથા વિવિધ ઉદ્યોગોના લોકોને એમંચ પર લાવવાની નમ્ર પહેલ છે, જેથી આપણું અર્થતંત્ર ફરી હરણફાળ ભરવાની શરૂઆત કરે. ગીતની રચનામાં વારંવાર ‘કર ફતેહ તુ ’ શબ્દોનું પુનરાવર્તન શ્રોતાઓને પ્રેરિત કરે છે તથા એમાં સકારાત્મકતા અને આશાની લહેરનો સમન્વય થયો છે. અન્ય શબ્દો આપણા દેશની હાડમારી અને એમાં વિજયની ભાવનાને વ્યક્ત કરે છે, શ્રોતાઓના હૃદયમાં સાહસ અને ઉત્સાહ ભરે છે.

આ કર્ણપ્રિય ગીતમાં ક્લાસિકલ અને આધુનિકતાનો સુભગ સમન્વય થયો છે. આ શાંતિની ભાવનાને ઉદ્ઘાટિત કરે છે અને સાથે સાથે શ્રોતાઓને અર્થપૂર્ણ સંગીત ગીત પર સ્વનિરીક્ષણ કરવાની સુવિધા આપે છે.

ગીતના કર્ણપ્રિય સ્વર પાછળ નવી ગાયક ઓમ ભોલેરાવ અને પીઢ સંગીતકાર સિદ્ધાર્થ મહાદેવન છે. જુસ્સાપ્રેરક અવાજ અને ગિટારના મધુર સંગીત સાથે ગાયક કલાકારોએ લોકો તેમના હૃદયસ્પર્શી ગીત દ્વારા ‘અંધકાર પછી ઉજાસ’ હોવાનો સંદેશ આપ્યો છે.

આ વિશે ઓમ ભોલેરાવે કહ્યું હતું કે, “આ ગીત મહામારી પછીની દુનિયામાં દેશને સરળતાપૂર્વક, પણ સૌથી વધુ કાળજી સાથે અગ્રેસર કરવાનો વિશિષ્ટ પ્રયાસ છે. જો આપણે પૂર્વવત જીવન ઇચ્છતાં હોય, તો રસીકરણ અતિ મહત્વપૂર્ણ છે. આ ગીત મારફતે અમે લોકોને રસી લેવા માટે જાગૃત અને પ્રેરિત કરવા ઇચ્છીએ છીએ. અમે તેમને હાલના પડકારજનક ગાળામાં તેમની મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદ કરવા પણ ઇચ્છીએ છીએ. આપણે બધા આ લડાઈમાં સાથે છીએ અને અત્યારે ખભેખભો મિલાવીને આગળ વધવાનો સમય છે, એકબીજાને સાથે રાખીને ઉત્સાહ ભરવાનો સમય છે.”

ગાયક કલાકાર સિદ્ધાર્થ મહાદેવને ઉમેર્યું હતું કે, “આ ગીત લોકોમાં અતિજરૂરી સકારાત્મકતા લાવશે અને તેમને તેમની જાતમાં ફરી શ્રદ્ધા રાખવા પ્રેરિત કરશે. હૃદયસ્પર્શી રચના અને કર્ણપ્રિય સંગીત તેમને નિરાશા છોડીને આશા સાથે આગેકૂચ કરવા પ્રેરિત કરશે. આ ગીત મને અતિ પ્રિય છે અને આ દરેકના હૃદયને સ્પર્શી જશે તથા તેમને સાહસ સાથે આગળ વધવા પ્રેરિત કરશે તેમજ આપણી દુનિયાને કોવિડમુક્ત કરવામાં મદદરૂપ થશે એવી આશા છે.”

આ ગીત સમગ્ર દેશને પ્રોત્સાહન આપવા અને રસી લેવા પ્રેરિત કરવા અમારું પ્રદાન છે, કારણ કે આ મહામારીમાંથી બહાર નીકળવાનો એકમાત્ર ઉપાય રસીકરણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.