Western Times News

Gujarati News

હવે ઉત્તરી અફઘાનિસ્તાન પર કબ્જાે જમાવ્યા બાદ મહિલાને એકલી બહાર નીકળવાની મનાઈ ફરમાવી

નવીદિલ્હી: તાલિબાને અહીંના એક જિલ્લા પર કબ્જાે જમાવ્યા બાદ સ્થાનિક ઈમામને એક પત્ર પાઠવીને પહેલો આદેશ જાહેર કર્યો છે.જે પ્રમાણે મહિલાઓ હવે પુરષો વગર એકલી બજારમાં નહીં જઈ શકે.પુરુષોએ પોતાની દાઢી રાખવી પડશે.તાલિબાને સિગારેટ અને બીડી પીવા પર પણ રોક લગાવી દીધી છે અને ચેતવણી આપી છે કે, કોઈએ આ નિયમોનુ ઉલ્લંઘન કર્યુ તો તેની ગંભીર સજા થશે.

તાલિબાનો અફઘાનિસ્તાનમાં ઝડપથી આગળ વધી રહ્યા છે.અમેરિકાની સેનાની વાપસી બાદ તાલિબાનને મોકળુ મેદાન મળી ગયુ છે.કેટલાક વિસ્તારોમાં આકરા નિયમો સાથે તે્‌મણે શાસન લાદવાની શરુઆત કરી દીધી છે.

રિપોર્ટ પ્રમાણે ઉત્તર વિસ્તારમાં બોર્ડર પોર્સટ શીર ખાન બંદર પર કબ્જાે કર્યા બાદ તાલિબાને આ વિસ્તારમાં મહિલાઓને પોતાના ઘરની બહાર નહીં નીકળવાનો આદેશ આપ્યો છે.અહીંયા મહિલાઓ સિલાઈ કરવાનુ અને શૂઝ બનાવવાનુ કામ કરતી હતી પણ તાલિબાનના આદેશ બાદ તેઓ ડરી ગઈ છે.

જાેકે તાલિબાન દ્વારા પોતાની અલગ ઈમેજ રજૂ કરવા માટે આવા કોઈ આદેશ અપાયા હોવાનો ઈનકાર કરવામાં આવી રહ્યો છે.તાલિબાનનુ કહેવુ છે કે, બોગસ કાગળો દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.જાેકે તાલિબાનનુ જે વિસ્તારોમાં પ્રભુત્વ સ્થપાયુ છે ત્યાંના લોકો કહી રહ્યા છે કે, નિયત્રંણો લાગુ થઈ રહ્યા છે અને રાતે કોઈને ઘરમાંથી નિકળવાની પણ મંજૂરી નથી.અફઘાનિસ્તાનના ધ્વજમાં જે રંગો છે તે રંગના કપડા પહેરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, તાલિબાને ૧૯૯૬ થી ૨૦૦૧ સુધી અફઘાનિસ્તાન પર શાસન કર્યુ ત્યારે જાત જાતની પાબંદીઓ લાદી હતી.મહિલાઓને ઘરમાં જ રહેવાનો આદેશ હતો.ગર્લ્સ માટે સ્કૂલો બંધ કરી દેવાઈ હતી.જે પુરુષો નમાઝમાં સામેલ નહોતા થતા તેમને મારવામાં આવતા હતા. અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન આવ્યુ તો આવા જ દ્રશ્યો ફરી જાેવા મળશે તેવી શકયતાઓ વધી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.